GSTV
Home » News » વર્લ્ડકપમાંથી બહાર કઢાતા અફઘાનિસ્તાનનો ક્રિકેટર મીડિયા સમક્ષ રોવા લાગ્યો

વર્લ્ડકપમાંથી બહાર કઢાતા અફઘાનિસ્તાનનો ક્રિકેટર મીડિયા સમક્ષ રોવા લાગ્યો

વર્લ્ડ કપની મેચો શરૂ થાય એટલે વિવાદો થતાં જ રહે છે, ત્યારે અફઘાનિસ્તાનના ખેલાડીને ફિટનેસનું બહાનું બતાવી વર્લ્ડકપની ટીમમાંથી બહાર કઢાયા બાદ વિવાદ ઉભો થોય છે. અફઘાનિસ્તાનનો વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ શહઝાદે ષડયંત્ર રચી બહાર કઢાયા હોવાનો આક્ષેપ કર્યો છે.

તેણે અફઘાનિસ્તાનમાં જઈ મીડિયા સમક્ષ ધ્રુસકે-ધ્રુસકે રડતાં એવું કહ્યું કે, મને ષડયંત્ર રચીને બહાર કાઢવામાં આવ્યો છે. શહઝાદે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) પર ફિટ હોવા છતાં પોતાને બહાર કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે.

ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યો

  • શહઝાદ વર્લ્ડ કપથી બહાર થવાને કારણે શહઝાદ એટલો દુઃખી થઈ ગયો કે આંસુ રોકી ન શક્યો અને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો.
  • શહઝાદે કહ્યું કે, ‘હું નેટમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે ટીમ મેનેજરે મને બોલાવ્યો અને કહ્યું કે હું અનફિટ છું અને મારે અફઘાનિસ્તાન પરત જવું પડશે.’
  • શહાઝાદે કહ્યું કે, ‘મારા ઘુંટણમાં જૂની ઈજા હતી, જેમાંથી હું બહાર નીકળી રહ્યો હતો. ફિઝિયોએ મને કહ્યું હતું કે જો હું થોડો આરામ કરીશ તો ઠીક થઈ જઈશ અને અચાનક જ મને બહાર કરી દેવામાં આવ્યો.’
  • ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સામેની પ્રેક્ટિસ મેચ દરમિયાન શહઝાદ ઘુંટણમાં ઈજા થતા રિટાયર્ડ હર્ટ થયો હતો. ત્યાર પછી તેણે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા સામે મેચ પણ રમી પરંતુ ઈજાને કારણે તેને બહાર થવું પડ્યું.

READ ALSO

Related posts

સપ્તાહના દરેક દિવસનું હોય છે વિશેષ મહત્વ, આ ઉપાય કરશો તો નહી અટકે તમારુ એક પણ કામ

Bansari

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

સોસાયટીના નામે 540 કરોડનું કૌભાંડ કરનાર આરોપીઓના રિમાન્ડ મંજુર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!