GSTV

ધો. 10-12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, આ તારીખ બાદ બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરાવાના થઇ જશે શરૂ

board-exam

Last Updated on October 18, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાત શિક્ષણ બોર્ડની ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષા આ વર્ષે સમયસર માર્ચમાં જ લેવાનાર છે પરંતુ બોર્ડ પરીક્ષાના ફોર્મ દિવાળી વેકેશન બાદ ભરાવાનું શરૃ થશે. કારણ કે હજુ સુધી સ્કૂલોમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે શિક્ષણ ચાલી રહ્યું છે અને પ્રવેશ પણ મોડે સુધી થયા છે તેમજ ૧૮મીથી પ્રથમ સત્ર પરીક્ષા શરૃ થનાર છે.

gujarat education board

ધો. 10-12ની બોર્ડ પરીક્ષાના ફોર્મ દિવાળી વેકેશન બાદ ભરાશે

ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષા માટે દર વર્ષે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ઓક્ટોબરમાં ફોર્મ ભરાવાના શરૃ થઈ જતા હોય છે અને એક મહિના સુધી નિયત મુદત સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલે છે ત્યાર બાદ લેઈટ ફી વગર અને લેઈટ ફી સાથે મુદત વધારાતા ડિસેમ્બર અંત સુધી ફોર્મ ભરાતા હોય છે. ધો.૧૦-૧૨માં ૧૭થી ૧૮ લાખ રેગ્યુલર-રીપિટર સહિતના વિદ્યાર્થીઓના દર વર્ષે ફોર્મ ભરાય છે. કોરોનાને લીધે માર્ચ ૨૦૨૧ની બોર્ડ પરીક્ષાઓ મેમાં પણ ન લેવાતા અંતે બોર્ડ પરીક્ષાઓ રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે રદ થતા માસ પ્રમોશન આપી દેવાયું હતું પરંતુ પરીક્ષાના ફોર્મ ફેબ્રુઆરી સુધી ભરાઈ ગયા હતાં.

ગત વર્ષે કોરોનાને લીધે ફોર્મ ભરવાની પ્રક્રિયા ખૂબ જ મોડી શરૃ થઈ હતી અને મોડે સુધી ચાલી હતી. આ વર્ષની બોર્ડ પરીક્ષા એટલે કે ૨૦૨૨માં લેવાનારી ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષા સમયસર માર્ચમાં જ લેવામાં આવનાર છે. પરંતુ બોર્ડ પરીક્ષાના ફોર્મ દિવાળી વેકેશન બાદ જ ભરાશે અને લગભગ ૧૫ નવેમ્બર પછી પ્રક્રિયા શરૂ થાય તેવી શક્યતા છે. હાલ ધો. ૯થી ૧૨માં સ્કૂલો ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ચાલી રહી છે.

ધો. ૧૦-૧૨ની બોર્ડ પરીક્ષાનો કોર્સ નહીં ઘટાડવામાં આવે

ઘણા વિદ્યાર્થીઓ સ્કૂલે જતા નથી અને ઘરેથી ઓનલાઈન ભણી રહ્યાં છે. ઉપરાંત કોરોનાને લીધે આ વર્ષે સપ્ટેમ્બર અંત સુધી પ્રવેશ થયા છે.આવતીકાલે ૧૮મીથી પ્રથમ સત્ર પરીક્ષાઓ ધો. ૯થી૧૨માં શરૃ થનાર છે. જેથી પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની ચોક્કસ સંખ્યા પણ સ્કૂલો અને બોર્ડ પાસે આવી જશે. મહત્વનું છે કે ધો. ૧૦-૧૨ની બોર્ડ પરીક્ષાનો કોર્સ નહીં ઘટાડવામાં આવે અને પુરા કોર્સ પ્રમાણે જ બોર્ડ પરીક્ષા લેવાશે તેવુ બોર્ડે અગાઉ સ્પષ્ટ કરી દીધું છે અને આ બાબતે સ્કૂલોને પરિપત્ર પણ કરી દીધો છે.પરંતુ સીબીએસઈની જાહેરાત બાદ વાલીઓ-વિદ્યાર્થીઓમાં કોર્સ ઘટાડા બાબતે માંગ ઉઠી છે ત્યારે આ મુદ્દે સરકાર કમિટીની રચના કરી કોર્સ ઘટાડો કરે તેવી શક્યતા છે પરંતુ હજુ સુધી કોઈ પણ નિર્ણય લેવાયો નથી.

READ ALSO :

Related posts

હાહાકાર / દેશમાં શરૂ થઇ ઓમિક્રોનની દહેશત, 31 ડિસેમ્બર સુધી ‘લોકલાડીલા’ પ્રવાસન સ્થળોએ જાહેર કરાયો નાઈટ કરફ્યુ

Pritesh Mehta

Big Breaking / ભારતમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની એન્ટ્રી, અહીં નોંધાયા બે કેસ

Zainul Ansari

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો વિસ્ફોટક દાવો કે સિદ્ધુ જોડાવાના હતા આપમાં, હવે તે નહીં જોડાય કારણ કે…

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!