GSTV

રાજ્ય સરકાર અને મંદિર ટ્રસ્ટ થયું એક, સબરીમાલામાં દરેક મહિલાઓને આપી આ છૂટ

કેરળના સબરીમાલામાં આવેલ મંદિરનો વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે દરેક મહિલાઓના પ્રવેશને છુટ આપી દીધી હતી, તેમ છતા મંદિરનું મેનેજમેન્ટ અને રાજકીય પક્ષો વિરોધ કરી રહ્યા હતા. અને આ મામલે અનેક રિવ્યૂ પિટિશન પણ સુપ્રીમમાં દાખલ થઇ છે. આ સ્થિતિ વચ્ચે હવે અચાનક મંદિરના મેનેજમેન્ટ બોર્ડે પલટી મારી છે અને સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે અમે દરેક વયની મહિલાઓના મંદિર પ્રવેશને સમર્થન કરીએ છીએ અને અમને હવે કોઇ જ વિરોધ નથી. અગાઉ મંદિરનું સંચાલન કરતા સબરીમાલા બોર્ડે એવી દલીલ કરી હતી કે ૧૦થી ૫૦ વર્ષની વયની મહિલાઓનો પ્રવેશ અટકાવવો જોઇએ કેમ કે મંદિરમાં બિરાજેલા ભગવાન અયપ્પા બ્રહ્મચારી છે.

જોકે સુપ્રીમ કોર્ટે આ દલિલોને ફગાવીને દરેક વયની મહિલાઓના પ્રવેશનો આદેશ આપી દીધો હતો. જે બાદ મોટી સંખ્યામાં ભાજપ, શિવસેનાના લોકો એકઠા થયા હતા અને ઉગ્ર વિરોધ કર્યો હતો. આ પરિસ્થિતિ વચ્ચે બાદમાં અનેક રિવ્યૂ પિટિશન પણ સુપ્રીમમાં થઇ છે અને પોતાના ચુકાદા અંગે પુનઃ વિચારણા કરવા માટે અપીલ કરી છે. જે પૈકી કેટલીક અરજીઓની સુનાવણી વેળાએ સુપ્રીમ કોર્ટમાં દલિલ દરમિયાન અચાનક મંદિરનું સંચાલન કરનારા સબરીમાલા બોર્ડે પલટી મારી છે અને જણાવ્યું છે કે મંદિરમાં કોઇ પણ વયની મહિલાઓ પ્રવેશ કરે તેનાથી અમને કોઇ જ વાંધો નથી.

કોર્ટમાં જ્યારે સામસામે દલીલ ચાલી રહી હતી ત્યારે મંદિરમાં પ્રવેશ કરનારી બે મહિલાઓએ રિવ્યૂ પિટિશનનો વિરોધ કર્યો હતો. આ બે મહિલાઓ વતી દલિલ કરતી વેળાએ વરીષ્ઠ વકીલ ઇંદિરા જયસિંગે જણાવ્યું હતું કે મંદિરમાં મહિલાઓને પ્રવેશતી અટકાવવી એ મહિલાઓના સામાજિક રીતે બહિષ્કાર બરાબર છે. મહિલાઓની પવિત્રતા અને અપવિત્રતાના આધારે તેમને પ્રવેશના ન દેવી તે આભડછેટ સમાન જ છે. ખુદ લોર્ડ અયપ્પા પણ સ્ત્રી અને પુરુષ વચ્ચે ભેદ નથી કરતા. ભગવાનની દ્રષ્ટીમાં કોઇ જ ભેદભાવ નથી.

૫૪ જેટલી રિવ્યૂ પિટિશન સહીતની સબરીમાલા સંલગ્ન ૬૪ જેટલી અરજીઓની સુનાવણી ચાલી રહી હતી, દલિલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો હાલ અનામત રાખ્યો છે. જ્યારે દલિલ ચાલી રહી હતી ત્યારે સબરીમાલા મંદિર બોર્ડના વકીલે સ્વીકાર્યું હતું કે મહિલાઓના મંદિર પ્રવેશને અટકાવવો ગેરબંધારણીય છે અને અમે પણ રિવ્યૂ પિટિશનનો વિરોધ કરીએ છીએ અને ચુકાદાને સમર્થન આપીએ છીએ. 

Related posts

આંદોલન/ ખેડૂતોને ફાયદો થાય કે નહીં પણ સરકારને 225 કરોડનો થઈ ગયો, સરકારની ખેડૂતોએ તિજોરી છલકાવી

Mansi Patel

ઓરિસ્સામાં કૂતરાઓ સાથે કરાવવામાં આવ્યા બાળકોના લગ્ન, જાણો શું છે આ અંધશ્રદ્ધા પાછળની કહાણી…

Ali Asgar Devjani

રેલવે એ આપી રાહત/દિલ્હીમાં આજ રાત 9 વાગ્યા સુધી ટ્રેન છુટી જવા પર મળશે પૂરું રિફંડ

Karan
Do NOT follow this link or you will be banned from the site!