GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

BMWની નવી બે બાઈક લૉન્ચ , જાણો ફીચર્સ અને કિંમત

BMWએ ભારતમાં પોતાની નવી બે બાઈક લૉન્ચ કરી દીધી છે. આ બંને બાઈક મિડિયમ સેગમેન્ટની પ્રીમિયમ બાઈક છે. હવે ભારતીય માર્કેટમાં પણ BMW 310 R અને BMW 310 GS મળતી થઈ જશે. આ બાઈકની એક્સ શોરૂમ કિંમત 2.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. ભારતમાં BMWની ડઝનેક બાઈક વેચાઈ રહી છે જેની કિંમત 85 લાખ સુધીની છે.

સુપર બાઈક્સ માટે જાણીતી MBW કંપનીએ આ બાઈક ખાસ કરીને ભારતના માર્કેટ માટે જ તૈયાર કરી છે. તમને જણાવી દઈએ કે આ સુપરબાઈક્સ નહીં પણ મિડિયમ સેગમેન્ટની પ્રીમિયમ બાઈક્સ છે.

આ બાઈકમાં 313સીસીનું સિંગલ સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. જે 34bhpનો પાવર અને 28Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ બાઈકની ટૉપ સ્પીડ 143 કિમી પ્રતિ કલાક રહેલી છે.

2.99 લાખ રૂપિયાની કિંમતવાળી 310R એક નેકેડ સ્ટ્રીટ બાઈક છે અને 3.49 લાખ રૂપિયાવાળી 310 GSને એવી બાઈક તરીકે રજૂ કરવામાં આવી છે જેને તમે સિટી, હાઈવે ઉપરાંત રફ રસ્તા પર કે લાંબા ટ્રાવેલિંગ માટે પણ ઉપયોગ કરી શકો છે.

BMWની આ બે બાઈકને ભારતમાં બનાવવા માટે કંપનીએ TVS સાથે ભાગીદારી કરી છે. આ બંને બાઈકને ટીવીએસના હોસુર પ્લાન્ટમાં બનાવવામાં આવશે.

BMWનું જ આ ઈન્જિન TVSની નવી બાઈક 310 RRમાં પણ લગાવવામાં આવ્યું છે. જેની સાથે આ બાઈકની સીધી ટક્કર થશે. આ સિવાય કાવાસાકી નિંજા 300 અને Z250, યામાહા YZF R3, બેનેલી TNT 300 જેવી બાઈક્સ સાથે BMWની આ બાઈકનો મુકાબલો થશે.

Related posts

પહેલી પત્ની જીવીત હોવા છતા તેનું બનાવટી ડેથ સર્ટિફિકેટ બનાવી કર્યા બીજા લગ્ન, આ રીતે ભાંડો ફુટ્યો

Nilesh Jethva

એક્ટિવાનો આગળનો ભાગ ખોલ્યો તો ત્યાં ફેણ લગાવીને બેઠો હતો સાપ, લોકોએ કર્યાં નમન

Mansi Patel

High BP ના દર્દી આ બે વસ્તુને પોતાની ડાયટમાં કરો સામેલ, કંટ્રોલમાં રહેશે તમારુ હાઈ બ્લડ પ્રેશર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!