GSTV

આને કહેવાય ઑફર! નોકરીમાં જોડાતા જ મળશે BMWની સુપરબાઇક અને દુબઇમાં વર્લ્ડ કપ ટુર, જલ્દી કરો અપ્લાય

BMW

Last Updated on July 20, 2021 by Bansari

BharatPe Jobs: ભારતની પોઇન્ટ ઓફ સેલ એટલે કે POS કેટેગરીમાં સામેલ ત્રીજી સૌથી મોટી કંપની BharatPeએ પોતાના નવા એમ્પ્લોઇ માટે બંપર જોઇનિંગ પર્ક(Joining Perks)નું એલાન કર્યુ છે. આ અંતર્ગત નવા એમ્પ્લોઇને BMW  બાઇક, Apple iPad Pro, Samsung Galaxy Watch ઉપરાંત નવેમ્બરમાં આયોજિત ICC Men’s T20 વર્લ્ડ કપમાં દુબઇ ટુર પર પણ લઇ જશે. આ વિશે જાણો તમામ વિગતો…

કંપની આપી રહી છે જબરદસ્ત ઓફર

ભારતપે પોતાની વિસ્તાર યોજના અંતર્ગત આવનારા દિવસોમાં મર્ચેંટ અને કંઝ્યુમર લેંડિંગના ક્ષેત્રમાં કેટલીક નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી રહી છે. તેના માટે ટીમનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. કંપની અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના અંત સુધી કંપનીએ પોતાની ટીમ ત્રણ ગણી વધારવાની છે. તેના માટે કંપની પોતાની કોર ટીમમાં 100 નવા લોકોને સામેલ કરશે. અને તેના માટે કંપનીએ જબરદસ્ત ઓફર લોન્ચ કરી છે.

બાઇક પેકેજમાં 5 સુપર બાઇકનો ઓપ્શન

ઇન્ડસ્ટ્રીના બેસ્ટ ટેલેન્ટને આકર્ષિત કરવા માટે કંપની શાનદાર ઓફર આપી રહી છે. તેમાં બે મુખ્ય છે- પહેલુ બાઇક પેકેજ (Bike Package)છે અને બીજુ પેકેજ ગેજેટ પેકેજ (Gadget Packag)છે. બાઇક પેકેજ અંતર્ગત એમ્પ્લોઇઝને 5 સુપર બાઇક્સનો ઓપ્શન મળશે. તેમાં BMW G310R, Jawa Parek, KTM Duke 390, KTM RC 390 અને રોયલ એન્ફીલ્ડ Himalayan છે.

ગેજેટ્સ પેકેજમાં જબરદસ્ત ગેજેટ્સ

ગેજેટ્સ પેકેજ અંતર્ગત કંપની Apple iPad Pro (with Pencil), Bose હેડફોન, હર્મન કાર્ડન સ્પીકર્સ, સેમસંગ ગેલેક્સી વૉચ, WFH ડેસ્ક એન્ડ ચેર અને સાઇકલિંગ માટે Firefox Typhoon 27.5 D સાઇકલ ઓફર કરી રહી છે.

 BMW

વર્લ્ક કપ ટૂર માટે દુબઇ

આટલુ જ નહીં, આ વર્ષે ઓક્ટોબરમાં દુબઇમાં ICC Men’s T20 World Cup ની શરૂઆત થઇ રહી છે. કંપની તરફથી પોતાની ટીમના તમામ એમ્પ્લોઇઝને મેચ દેખાડવા માટે દુબઇ લઇ જવામાં આવશે.

8 મહિના પહેલા અપ્રેઝલ લાગુ

જણાવી દઇએ કે કંપનીએ ચાલુ નાણાકીય વર્ષ માટે પોતાના અપ્રેઝલને 8 મહિના પહેલા જ ઘોષિત કરી દીધું છે. જે અપ્રેઝલ વર્ષ 2022માં મળશે. તેનો લાભ અત્યારે જ આપી દેવામાં આવ્યો છે. જણાવી દઇએ કે તેને 1 જુલાઇ 2021થી લાગુ પણ કરી દેવામાં આવ્યું છે. અપ્રેઝલને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે.

Read Also

Related posts

ચૂંટણી/ વડોદરા APMCની ચાર બેઠક પર આજે મતદાન, ભાજપની પેનલ જીતશે કે તૂટશે ?

Bansari

ધડાકો/ રોહિત શર્માને વાઇસ કેપ્ટન પદેથી હટાવવાની પ્લાનિંગ કરી રહ્યો હતો વિરાટ કોહલી, થયો આ ચોંકવાનારો ખુલાસો

Bansari

ફ્રેશ મંત્રીમંડળ: ગઢડાના આત્મારામ પરમાર છેલ્લી ઘડીએ મંત્રીની રેસમાંથી બહાર થયા, ત્રણ દિવસથી ધામા નાખીને બેઠા હતા સમર્થકો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!