GSTV
Home » News » મુંબઇ : રેસ્ટોબારમાં મોતની આગ, મૃત્યું પહેલા ખુશ્બુ મહેતાનો જન્મદિવસ ઉજવતો VIDEO Viral

મુંબઇ : રેસ્ટોબારમાં મોતની આગ, મૃત્યું પહેલા ખુશ્બુ મહેતાનો જન્મદિવસ ઉજવતો VIDEO Viral

મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં બે રેસ્ટોબારમાં ગત મોડી રાતે લાગેલી ભીષણ આગમાં 14 જેટલા લોકોના મોત નિપજ્યા છે. આગની ઘટના અંગે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસે બીએમસી કમિશનરને તપાસના આદેશ આપ્યા છે. તો આગમાં ગંભીર રીતે દાઝેલા તમામ લોકોને દિલ્હી ખસેડવા માટે તજવીજ પણ હાથધરામાં આવી છે.

આગ પહેલા વન અબોવ રેસ્ટોરામાં લાગી હતી. હોટલમાં પ્લાસ્ટિક અને વાંસના શેડ બનાવવામાં આવ્યા હતાં. આ શેડ આગમાં બળીને ખાક થઈ ગયા છે. આગ બીજી બિલ્ડિગમાં ફેલાઈ જેથી લંડન ટેક્સી રેસ્ટોરામાં આગ લાગી ગઈ હતી. આગથી બચવા રેસ્ટોરન્ટમાં રહેલા લોકો બાથરૂમમાં પુરાઈ ગયા હતા. પરંતુ બાથરૂમમાં ફાસાઈ જવાના કારણે અનેક લોકોના મોત થયાં છે. તો કેટલાક લોકોને ફાયર બ્રિગેડે સ્પેશયલ લૈડરની મદદથી બચાવ્યા છે.

આગમાં ઘાયલ લોકોને કેવીએમ હોસ્પ્ટલમાં ખસેડાયા છે..તો મૃતદેહોને પણ કેવીએમ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. પોલીસે એક રેસ્ટોરન્ટ સામે આઈપીસીની કલમ 304 અંતર્ગત કેસ દાખલ કર્યો છે.. પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે આગની ઘટનામાં સૌથી વધારે મહિલાઓના મોત થયાં છે.

રેસ્ટોરામાં એક પાર્ટી ચાલી રહી હતી. આ પાર્ટીમાં મહિલાઓ શામિલ થવા માટે આવી હતી. આગ જે ઈમારતમાં લાગી હતી એ ઈમારતમાં વિવિધ ન્યૂઝ ચેનલના કાર્યાલય આવેલા છે. આગથી ન્યૂઝ ચેનલના કાર્યાલયમાં કોઈ જાનહાની થઈ નથી. જો કે આગના કારણે અનેક લોકો ઈમારતમાં ફસાઈ રહ્યા હતા. ફસાયેલા લોકોને બચાવવા માટે ફાયર બ્રિગેડે જહેમત ઉઠાવી હતી.

મૃતકમાં પ્રેમિલા, તેજલ ગાંધી, ખુશબુ બંસલ, વિશ્વા લલાની, પારૂલ લાકડાવાલા, ધૈર્ય લલાની, કિંજલ શાહ, કવિતા ધરાની, શેફાલી ઠક્કર, સરબજીત પરેલા, પ્રાંચી ખેતાની, મનીષા શાહ અને પ્રીતી રાજગીરાનો સમાવેશ થાય છે. આગની ઘટના બાદ સરકારે બીએમસીના પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે તો અન્ય એક અધિકારીની બદલી કરી છે.

Related posts

મેક્સિકોમાં ભૂકંપ બાદ એક બિલ્ડીંગના ધરાશાયી થવાનો વીડિયો થયો વાયરલ પણ હકિકતે ઈમારત તો…

Bansari

પત્નીના કહેવા પર ફોન ન કર્યો અનલોક, તો પતિનાં થયા આવા હાલ…

Mansi Patel

Video: ભૂમિ અને અનન્યા વચ્ચે ફસાયો કાર્તિક આર્યન, ‘પતિ-પત્ની ઔર વો’ના પોસ્ટર રિવિલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!