GSTV

બરફની ચાર ફેક્ટરીમાં દરોડા, 1 હજાર કિલો અશુદ્ધ બરફનો નાશ કરાયો

કાળઝાળ ગરમી વચ્ચે વડોદરામાં બિનઆરોગ્યપ્રદ બરફનુ ઉત્પાદન કરતી ફેક્ટરીઓ પર કોર્પોરેશને તવાઇ બોલાવી છે. વડોદરામાં બરફની ચાર ફેક્ટરીઓ ઉપર આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. જેમાં મકરપુરા જીઆઇડીસીમાં આવેલી ગાયત્રી આઇસ ફેક્ટરીનો 1000 કિલો ક્લોરીન વિનાના બરફનો સ્થળ પર નાશ કર્યો હતો. ઉનાળાની સીઝનમાં બરફની તિવ્ર માંગ રહેતી હોય છે. માંગને પહોંચી વળવા માટે ફેક્ટરીઓના સંચાલકો કમાઇ લેવાની લ્હાયમાં ગુણવત્તા નેવે મૂકીને બરફનુ ઉત્પાદન કરતા હોય છે. જેમાં તેઓ ક્લોરીન વગરનો બરફનુ બેફામ ઉત્પાદન કરતા હોય છે. ક્લોરિન વિનાનો બરફ ખાવાથી કમળો, ચામડીના રોગ, તાવ, કાકડા ફૂલવા તેમજ પેટની બિમારી થઇ શકે છે.કોર્પોરેશને મકરપુરા જીઆઇડીસીમાં આવેલી એકજ માલિકની ગાયત્રી નામની બરફની બે ફેક્ટરી તેમજ ફતેપુરા તેમજ પ્રતાપનગરમાં પણ આવેલી બરફની ફેક્ટરીઓ ઉપર ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં મકરપુરાની ગાયત્રી આઇસ ફેક્ટરીમાંથી ક્લોરીન વગરનો ઉત્પાદીત 1000 કિલો બરફનો નાશ કરવામાં આવ્યો હતો.

 

Related posts

ઈન્ટરનેટ સ્પીડ મામલે ભારત વિશ્વમાં 130માં સ્થાને, લોકડાઉન સમયે તમારા મોબાઈલમાં બસ આટલી જ સ્પીડ આવે છે…

Mayur

મોદી સરકારની આ ત્રણ યોજનાઓ આપશે ફાયદો, ઓછા રોકાણમાં થશે લાખોનો ફાયદો

Arohi

1930 બાદ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આવશે મોટી તબાહી, માથાદીઠમાં આવકમાં થશે ઘટાડો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!