GSTV

વિશ્વમાં 1.7 લાખ કરોડના વધારા સાથે ચોથા નંબરના ધનિક બન્યા મુકેશ અંબાણી, પ્રથમ નંબરે આવે છે આ ઉદ્યોગપતિ

બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી હવે વિશ્વના ચોથા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. તેમનાથી આગળ ફક્ત ફેસબુકના માર્ક ઝુકરબર્ગ, માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ અને એમેઝોનના જેફ બેઝોસ છે. મુકેશ અંબાણી ફ્રાન્સના બર્નાર્ડ આર્નાલ્ટ કુટુંબને પાછળ છોડીને ચોથા સ્થાને પહોંચી ગયા છે.

જેફ બેજોસની સંપત્તિમાં 72 અબજ ડોલર અને બિલગેસ્ટની સંપત્તિમાં 7.5 અબજ ડોલરનો વધારો

બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર એમેઝોનના બોસ જેફ બેઝોસની સંપત્તિ 187 અબજ છે. આ વર્ષે તેની સંપત્તિમાં 72.1 અબજ ડોલરનો વધારો થયો છે. બીજા સ્થાને માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ છે. તેની કુલ સંપત્તિ 121 અબજ ડોલર છે. આ વર્ષે તેમની સંપત્તિમાં 7.5 અબજ ડોલરનો વધારો થયો છે.

22 અબજ ડોલરનો મુકેશ અંબાણીની સંપત્તિમાં વધારો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં ચોથા ક્રમે છે. તેની કુલ સંપત્તિ 80.6 અબજ ડોલર છે. આ વર્ષે તેમની સંપત્તિમાં 22 અબજ ડોલરનો વધારો થયો છે. કોરોના રોગચાળા દરમિયાન, કંપનીએ જિયો પ્લેટફોર્મ્સમાં ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા શરૂ કરી હતી અને 1.5 લાખ કરોડ રૂપિયાથી વધુનું ફંડ એકત્રિત કર્યું હતું. આ શુક્રવારે રિલાયન્સના શેર રૂ. 2,146 પર બંધ થયા છે. 27 જુલાઇએ તે 2,198 રૂપિયાની ટોચે પહોંચી ગયો.

100 અબજની ક્લબમાં ફક્ત 3 ટોપ શ્રીમંતો

ત્રીજા નંબર પર ફેસબુકના માર્ક ઝુકરબર્ગ આવે છે. તેમની કુલ સંપત્તિ 102 અરબ ડોલર છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેમની સંપત્તિ 23 અબજ ડોલર વધી છે. માર્ક ઝુકરબર્ગ પ્રથમ વખત 100 અબજ ડોલરની ક્લબમાં જોડાયા છે અને હાલમાં આ ક્લબમાં ફક્ત ત્રણ શ્રીમંત છે જે ટોપ -3 માં છે.

પાંચમાં ક્રમે હવે બર્નાર્ડ આર્નાલ્ટ કુટુંબ

આ સૂચિમાં પાંચમાં ક્રમે હવે બર્નાર્ડ આર્નાલ્ટ કુટુંબ છે. તેની કુલ સંપત્તિ 80.2 અબજ ડોલર છે. ટોપ -5 માં આ પ્રથમ ઉદ્યોગપતિ છે જેમની સંપત્તિને આ વર્ષે નુકસાન થયું છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેમની સંપત્તિમાં 25 અબજ ડોલરનું નુકસાન થયું છે.

READ ALSO

Related posts

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આ કંપનીઓએ લગાવી બોલી, જાણો કઈ કંપની છે રેસમાં

Mansi Patel

અમદાવાદ/ રેલ્વે મંડળની DRM ઓફિસમાં કોરોના વિસ્ફોટ, રેપિડ ટેસ્ટ દરમ્યાન એક બે નહી આટલા કર્મચારીઓ આવ્યા પોઝિટીવ- તંત્રે લીધો મહત્વનો નિર્ણય

pratik shah

ડ્રગ્સ કેસઃ NCBની ટીમ આજે આ બંને અભિનેત્રીઓની કરશે પૂછપરછ, નવા ખુલાસા ઉપર સૌની નજર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!