GSTV

સાવધાન! બ્લુ વ્હેલ જેવી બીજી એક ગેમ થઇ રહી છે વાયરલ જેમાં બાળકો થઇ જાય છે ગુમ

બ્લુ વ્હેલની જેવી એક 48 કલાકની ચેલેન્જવાળી ગેમ ફેસબૂક પર વાઈરલ થઈ રહી છે. આ ગેમ ઉત્તેજિત કરે છે જેમાં  બાળકોને કોઈને જાણ કર્યા વગર થોડાક સમય માટે ગાયબ થઈ જાય છે.

બાળકો ગુમ થઈ ગયા હોવાની માહિતી સોશિયલ મીડિયા પર મૂકવાથી ગેમમાં ખાસ પોઈન્ટ મળે છે. આમ થવાથી બાળકોના માતા-પિતા અને તેમના મિત્રો ગભરાઈ જાય છે અને તેમને શોધવા માટે હેરાન-પરેશાન થઈ જાય છે.

આ ગેમ 72 કલાકના ચેલેન્જવાળી છે. આ ગેમ વર્ષો પહેલા પશ્ચિમ યુરોપમાં વાઈરલ થયેલી એક ગેમ જેવી જ છે, જેમાં બાળકો 72 કલાક માટે ગાયબ થઈ જતા હતા.

આયરલેન્ડમાં આ ગેમ રમવાના કારણે પોતાની દીકરી ગાયબ થઈ જતા એક માતાએ જણાવ્યું હતું કે, તેની દીકરી ગાયબ થઈ ગઈ તો તેની ચિંતા વધી ગઈ હતી અને તે બીમાર પણ પડી ગઈ હતી. તેણે જણાવ્યું કે તેની દીકરી દેશના બીજા છેડે પહોંચી ગઈ હતી અને 55 કલાક પછી કોઈ બીજા શહેર માંથી મળી આવી હતી.

ખોવાઈ જવા સિવાય આ ગેમમાં અનેક ચેલેન્જ છે જેમાં મીઠું અને બરફની ચેલેન્જ પણ આપવામાં આવે છે. રમનારા બાળકોને બંધ મૂઠ્ઠીમાં બરફ અને મીઠું ભેગા કરીને પકડી રાખવાનું હોય છે, આમાં જે સૌથી વધુ સમય સુધી મૂઠ્ઠી બંધ રાખી શકશે તે વિજેતા બને છે. વધારે પ્રમાણમાં ઠંડા પદાર્થ સાથે આ પ્રકારનો પ્રયોગ કરવાથી શરીરને નુકસાન થાય છે.

 

Related posts

સમગ્ર દુનિયામાં કોરોનાના 15 લાખથી વધુ દર્દી, 88 હજારની પાર પહોંચ્યો મૃત્યાંક

Pravin Makwana

વડોદરામાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, એક સાથે 17 કેસ નોંધાતા હડકંપ મચી ગયો

Mayur

પંજાબમાં ચોર બીમાર પડતા લઈ જવાયો હોસ્પિટલ, રિપોર્ટ આવતા પોલીસ સ્ટેશનમાં મચ્યો હડકંપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!