GSTV

સૌથી મોટી ઉંમરની વ્યક્તિ અવકાશમાં જઇ રચશે ઇતિહાસ, જેફ બેજોસના બ્લૂ ઓરિજિનનું બીજું લોન્ચિંગ આજે

Last Updated on October 13, 2021 by Zainul Ansari

આજે સાંજે લગભગ 7.30 વાગ્યે વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિ અવકાશની યાત્રા પર જશે. જો બધુ બરાબર રહ્યું તો વિશ્વના ધનિકોમાંના એક જેફ બેઝોસની સ્પેસ કંપની બ્લુ ઓરિજિનના ન્યૂ શેફર્ડ રોકેટ અને કેપ્સૂલની બીજી ઉડાન હશે. આ ફ્લાઇટમાં ચાર લોકો જઈ રહ્યા છે. અર્થ ઓબ્ઝર્વેશન કંપની પ્લેનેટના સહ-સ્થાપક ક્રિસ બોશુગિન, 90 વર્ષીય વિલિયમ શેટનર, બ્લુ ઓરિજિનના વીપી ઓડ્રે પાવર્સ અને ફ્રેન્ચ સોફ્ટવેર કંપની દસોલ્ટ સિસ્ટમ્સના ડેપ્યુટી હેડ ગ્લેન ડી રીસ.

ન્યૂ શેફર્ડ રોકેટ અને કેપ્સૂલની બીજી ઉડાન વેસ્ટ ટેક્સાસના વેન હોર્નમાં સ્થિત બ્લુ ઓરિજિન લોન્ચ સાઇટ વનથી થશે. સ્થાનિક સમય અનુસાર લોન્ચ સમયે સવારે 9 વાગ્યા હશે. જ્યારે ભારતીય સમય અનુસાર આ લોન્ચ સાંજે લગભગ 7.30 વાગ્યે થશે. લાઇવ ટેલીકાસ્ટ લોન્ચિંગના 90 મિનિટ પહેલા શરૂ થશે. તમે તેને બ્લુ ઓરિજિનની વેબસાઇટ અથવા તેની યુટ્યુબ ચેનલ પર જોઈ શકો છો.

જેફ બેઝોસની સ્પેસ કંપનીએ 20 જુલાઈ પછી તેનું બીજું લોન્ચિંગ કરશે. એટલે કે 12 અઠવાડિયા પછી. પ્રથમ મિશનમાં જેફ બેઝોસ, તેના ભાઈ માર્ક બેઝોસ, 82 વર્ષીય નાસાના સભ્ય વેલી ફંક અને 18 વર્ષનો યુવાન ડચ વિદ્યાર્થી ઓલિવર ડેમેન. વોલી ફંક તે સમયે અવકાશમાં જનાર સૌથી વૃદ્ધ મહિલા હતી. પરંતુ હવે બીજા મિશનમાં વિલિયમ શેટનર અંતરિક્ષમાં મુસાફરી કરનાર સૌથી વૃદ્ધ વ્યક્તિ બનશે. તેમની ઉંમર 90 વર્ષ છે.

90 વર્ષીય વિલિયમ શેટનર એક અભિનેતા, ડાયરેક્ટર, પ્રોડ્યૂસર, રાઇટર, રેકોર્ડિંગ આર્ટિસ્ટ, ઘુડસવાર છે. તેઓ લગભગ 60 વર્ષથી આ બધી વસ્તુઓ કરી રહ્યા છે. 1966માં તેમણે ટેલિવિઝન સીરીઝ સ્ટાર ટ્રેકમાં કેપ્ટન જેમ્સ ટી કર્કનું પાત્ર ભજવ્યું હતું. તેના પછી તેમણે તેમના પર બનેલી ફિલ્મમાં કેપ્ટન કિર્કની ભૂમિકા પણ ભજવી હતી. વિલિયમ અત્યારે ધ હિસ્ટ્રી ચેનલ પરના ધ અનએક્સપ્લેન્ડ શોના હોસ્ટ અને કો-પ્રોડ્યૂસર છે.

ન્યૂ શેફર્ડ રોકેટ અને કેપ્સૂલની બીજી ઉડાન કુલ 11 મિનિટની હશે. ક્રૂને અવકાશનીમર્યાદામાં પહોંચ્યા પછી ચાર મિનિટ સુધી વજનનો અનુભવ નહીં થાય. તેના પછી ન્યૂ શેફર્ડ રોકેટ બૂસ્ટર કેપ્સૂલથી અલગ થશે. રોકેટ બૂસ્ટર લોન્ચિંગ પેડથી 3 કિલોમીટર ઉત્તરમાં સ્થિત લેન્ડિંગ સાઇટ પર ધીમે ધીમે ઉતરશે. રોકેટ બૂસ્ટર લેન્ડ કરે ત્યાં સુધીમાં કેપ્સૂલ તેની મહત્તમ ઉંચાઈએ પહોંચી ગયું હશે.

તેના પછી લગભગ 100 કિમી ઉપર સ્થિત કારમેન લાઇનને સ્પર્શ કર્યા પછી આ કેપ્સ્યુલ પૃથ્વી પર પાછો ફરશે. બ્લુ ઓરિજિનનું લાઇવ ટેલિકાસ્ટ આ સતત ચાલતું રહેશે. લોન્ચ થયા પછી 2 મિનિટમાં ન્યૂ શેફર્ડ રોકેટ અવાજની ગતિથી 3 ગણી ઝડપે અવકાશ તરફ આગળ વધશે. એટલે કે આ રોકેટ 1029 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ઉપર જશે. મતલબ તે 3704 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અવકાશ તરફ જશે. એક મિનિટ પછી બૂસ્ટર એટલે કે રોકેટ તેના કેપ્સૂલથી અલગ થઈ જશે. કેપ્સ્યુલ એ ઉંચાઈએ પહોંચશે, જ્યાં ગ્રેવિટી નહીં હોય. અહીં ચાર એસ્ટ્રોનોટ ઝીરો ગ્રેવિટી અનુભવશે.

અવકાશમાં થોડી મિનિટો પસાર કર્યા પછી ન્યૂ શેફર્ડ કેપ્સૂલ લગભગ 9 મિનિટ પછી પૃથ્વી પર પરત ફરશે. તે સમયે તેની ગતિ ઝડપથી ઘટાડવા માટે પેરાશૂટ ખોલવામાં આવશે. તે સમયે ઝડપ 26 કિમી પ્રતિ કલાકની સ્પીડ હશે. પરંતુ પેરાશૂટ ખોલ્યા બાદ આ સ્પીડ ઘટીને 1.6 કિમી થઈ જશે. આ ધીમી સ્પીડમાં કેપ્સ્યુલ જમીન પર ઉતરશે. પ્રથમ ઉડાન સફળ રહી છે તેથી બીજી ઉડાન વિશે કોઈના મનમાં કોઈ શંકા નથી.

ઉલ્લેખનીય છે કે ન્યૂ શેફર્ડ કેપ્સૂલથી અવકાશમાં મુસાફરીનો ખર્ચ લગભગ 2 અબજ 5 કરોડ રૂપિયા છે. આ કેપ્સૂલની સીટની હરાજી કરવામાં આવે છે. જે વધારે રૂપિયા આપે છે તેને ટિકિટ આપવામાં આવે છે. જો કે તે કંપની પર આધાર રાખે છે. તે અમુક સીટો નિયત કિંમતે વેચે પણ છે. જ્યારે 13 જૂનના રોજ પ્રથમ ઉડાન માટે બિડ રાખવામાં આવી હતી, ત્યારે ચાર મિનિટમાં 20 મિલિયન ડોલરથી વધુની બોલી લગાવવામાં આવી હતી. સાત મિનિટ બાદ બોલી બંધ કરવામાં આવી હતી. બ્લુ ઓરિજિનની લાઇવ હરાજી દ્વારા ઓછામાં ઓછા 143 દેશોના 6,000 થી વધુ લોકોએ અવકાશ યાત્રાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

Read Also

Related posts

મોંઘવારી ક્યાં અટકશે? વાવાઝોડા, અતિવૃષ્ટિના કુદરતી થપાટ બાદ આર્થિક માર, રાસાયણિક ખાતરના ભાવ વધારાથી ખેડૂતો લાલઘૂમ!

pratik shah

વાયરલ પડતાલ/ બેરોજગારોને દર મહિને 3500 રૂપિયા આપી રહી છે મોદી સરકાર, જોઈ લો શું છે સત્ય હકીકત

Pravin Makwana

કેરલમાં ભારે વરસાદથી તબાહી/ 18 લોકોના મોત, 22 ગુમ, NDRFની 11 ટીમો સહિત સશસ્ત્રદળોની મદદ લેવાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!