GSTV

જાણો જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચંદ્રગ્રહણની અસરો અને ગ્રહણના સુતક વિશે વિગતે,મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફાર

Last Updated on July 27, 2018 by

આજે રાત્રે ચંદ્રગ્રહણ દેખાવાનું હોય ગુરૂપૂર્ણિમાને ગ્રહણ નડશે. 21મી સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ. આજે અને આવતીકાલે બે દિવસ દેખાશે. 26 જુલાઇ 1953ના વર્ષ પછી પ્રથમવાર 65 વર્ષ બાદ પૂર્ણ ચંદ્રગ્રહણ થશે અને ચંદ્ર સંપૂર્ણ ઢંકાઇ જશે. તેને બ્લડમૂન કહેવાશે.

ચંદ્રગ્રહણમાં વર્ષો પછી મંગળ, બુધ અને શનિ વક્રી ગતિથી ભ્રમણ કરતા હશે. રાહુ અને કેતુ વચ્ચે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર આવી જતા હોવાથી આંશિક કાલસર્પયોગ થશે. સાથો સાથ મકર રાશિમાં થનારૂ આ ગ્રહણ ચંદ્ર-મંગળનો લક્ષ્મીયોગ સર્જશે. એટલે કે વક્રીભ્રમણ, આંશિક કાલસર્પયોગ અને લક્ષ્મી યોગનો અનોખો સંયોગ સર્જાશે. આ ગ્રહણ ભારતમાં દેખાવવાનું હોવાથી તેને ધાર્મિક રીતે પાળવાનું રહેશે. આ વર્ષે ગત ૩૧મી જાન્યુઆરીએ થયેલ ચંદ્રગ્રહણમાં ચંદ્ર લાલ ત્રાંબા વર્ણનો થયો હતો. આ ચંદ્રગ્રહણમાં સૂર્યના કિરણો પૃથ્વી પર પછડાઇને ચંદ્ર પર આવશે જેથી આ ગ્રહણમાં ચંદ્ર લાલ રક્તવર્ણનો કે ત્રાંબા વર્ણીય જોવા મળશે. વાદળા નહિં હોય તો બ્લડમૂન નરી આંખે જોઇ શકાશે.

ગ્રહણ બાદ કુદરત સર્જિત કે માનવ સર્જિત આફત આવી શકે

મકર રાશિમાં થનારૂ આ ગ્રહણ ઉતર અષાઢા નક્ષત્રમાં શરૂ થઇને શ્રવણ નક્ષત્રમાં પુરૂ થશે. ગ્રહણનું સુતક લાગશે. હિન્દુ ધર્મના મંદિરો ગ્રહણના સ્પર્શથી 9 કલાક પહેલા એટલે કે, શુક્રવારે બપોરે 2.30 કલાકે બંધ થશે જે ગ્રહણ બાદ શનિવારે સવારે 4 વાગ્યા પછી ખૂલશે. ગ્રહણની માઠી સારી અસરો ગ્રહણકાળના 1 મહિના સુધી દેખાય છે. ચંદ્ર, જળતત્વનો કારક હોવાથી આગામી દિવસોમાં ભારે વરસાદ, જળબંબાકાર, પૂર, સમુદ્ર તોફાની બને, વાવાઝોડુ, ભૂસ્ખલન, ભૂકંપ, સુનામી, આગ, હવાઇ દુર્ઘટના, રાજકારણમાં ઉથલપાથલ, અર્થતંત્ર ઔદ્યોગિક જગતમાં નવાજુનીના એંધાણ દર્શાવે છે. જે જાતકની કુંડલીમાં ચંદ્ર, વૃષિક રાશિનો ચંદ્ર-રાહુ, ચંદ્ર-શનિ, ચંદ્ર-કેતુનો યોગ હોય તે લોકો માટે આ ગ્રહણ શારિરીક, માનસિક, આર્થિક મુશ્કેલીઓ આપશે. આ ગ્રહણ મિથુન, તુલા, મકર, કુંભ રાશિ માટે ખરાબ ફળ આપશે તો વૃષભ, કર્ક, કન્યા, ધનુ રાશિ માટે મિશ્રફળ આપશે. બાકીની રાશિને યુતિફળ આપશે.

મોળાકત વ્રત કરનારી બાળાઓ જાગરણ બાદ બીજા દિવસે પારણા કરે

ચંદ્ર ગ્રહણ ગુરૃપૂર્ણિમાને દિવસે થવાનું હોવાથી તેની અશુભ અસરો એક સપ્તાહ પહેલા શરૂ થાય છે. ચંદ્ર એ માતાનો, મનનો કારક હોવાથી આ વર્ષે ગુરૂપૂર્ણિમાને દિવસે માનું પૂજન સેવા કરવાથી ગ્રહણના દોષોમાંથી મુક્તિ મળશે. ગ્રહણના દિવસે કુંવારી કન્યાઓનું મોળાકત વ્રતનું જાગરણ હોવાથી તે જાગરણ 12 વાગ્યે સમાપ્ત થયા બાદ પારણા બીજે દિવસે કરે તે જરૂરી છે. ગ્રહણ દરમિયાન વાતાવરણ દુષિત થવાથી અન્ન, પાણી લેવા પર નિષેધ છે. ગ્રહણ સમયે શિવપૂજા, શિવજાપ કરવાથી ગ્રહણના દોષોમાંથી મૂક્તિ મળે છે. ચંદ્ર અને રાહુ શિવભક્ત હોવાથી તેમજ ગ્રહણ પૂર્ણ થયા બાદ ગુજરાત મહારાષ્ટ્ર સિવાય સમગ્ર મધ્ય, ઉત્તર પૂર્વ ભારતમાં શ્રાવણ માસ શરૃ થાય છે. ગ્રહણના અંત બાદ સ્નાન કરવાથી દુષિત વાતાવરણથી શુધ્ધ થવાય છે. ગ્રહણ સમય દરમિયાન જળ, દુધ વગેરેમાં તુલસી, દર્ભ મુકવાથી તે અશુધ્ધ થતા નથી. આ ગ્રહણને ગામડામાં ગોદડીયા ગ્રહણ પણ કહે છે.

ચંદ્રગ્રહણનું ધાર્મિક રીતે ઘણું મહત્વનું માનવામાં આવે છે. ચંદ્રગ્રહણને લઈને રાજ્યમાં વિવિધ મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જગતમંદિર દ્વારકામાં બપોરે 12 વાગ્યા સુધી દર્શન થશે. બાદમાં બપોરે 3થી સાંજે 7 વાગ્યા સુધી દર્શન થશે. જ્યારે સાંજે સાત વાગ્યા બાદ  આવતી કાલે અંબાજી મંદિર બપોર નાં 12.45 વાગ્યા પછી બંધ રહેશે, ચંદ્રગ્રહણ ને લઇ મંદિર રહેશે બંધ, સાંજ ની આરતી બપોરે 11.45 કલાકે થશે, બપોરે ધરાવાતો રાજભોગ સવારે 09.00 કલાકે માતાજી ને ધરાવાશે, બપોરે 12.45 કલાકે મંદિર બંધ થયાં બાદ સાંજે 07.00 વાગ્યા સુધી માત્ર જાળી માંથી દર્શન કરી શકાશે.

Related posts

શિયાળામાં ચોમાસું: રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો, છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં માવઠું

pratik shah

હાહાકાર / દેશમાં શરૂ થઇ ઓમિક્રોનની દહેશત, 31 ડિસેમ્બર સુધી ‘લોકલાડીલા’ પ્રવાસન સ્થળોએ જાહેર કરાયો નાઈટ કરફ્યુ

Pritesh Mehta

Big Breaking / ભારતમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની એન્ટ્રી, અહીં નોંધાયા બે કેસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!