GSTV
India News Trending

હવે CoVin પરથી ખબર પડી જશે રક્તદાન અને અંગદાનની સ્ટેટ્સ, ડોનરનો સંપર્ક કરવો થઇ જશે સરળ; જાણો કેવી રીતે

એ દિવસ દૂર નથી, જ્યારે તમે CoVin એપ પર અંગદાન અને રક્તદાનની સ્ટેટ્સ વિશે માહિતી મળી જશે. એટલું જ નહીં, એન્ટી-કોરોના રસીકરણ માટે બનાવવામાં આવેલી ભારત સરકારની આ એપમાં અન્ય રસીકરણ કાર્યક્રમો પણ ઉમેરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતના યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ (યુઆઇપી)ને સમાવિષ્ટ કરતું નવું CoVin પ્લેટફોર્મ સપ્ટેમ્બરના મધ્યમાં પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. એટલું જ નહીં, પછીના તબક્કામાં રક્તદાન અને અંગદાન સંબંધિત સુવિધાઓ ઉમેરવાની યોજના છે.

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, રક્તદાન અને અંગદાન પ્રક્રિયાને કોવિન સાથે જોડવાથી દર્દીઓને નજીકના યોગ્ય રક્તદાતાઓને શોધવા અને સંપર્ક કરવામાં મદદ મળશે. આનાથી લોહીની સરળતાથી ઉપલબ્ધિ થશે. તેવી જ રીતે અંગદાનની વ્યવસ્થામાં પણ પારદર્શિતા આવશે.

સૂત્રોએ જણાવ્યું કે આ પાયલોટ પ્રોજેક્ટ દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના બે જિલ્લાઓમાં ત્રણ મહિના માટે લાગુ કરવામાં આવશે. આ સાથે એપ પર કોરોના રસીકરણ અને પ્રમાણપત્ર આપવાનું કામ પણ ચાલુ રહેશે.

એકવાર આ પ્લેટફોર્મ પર UIPનો સમાવેશ થઈ જાય પછી, સમગ્ર રોગપ્રતિરક્ષા સિસ્ટમ રેકોર્ડ સાથે ડિજિટલ બની જશે. આનાથી લાભાર્થીઓને શોધવાનું સરળ બનશે. UIP હેઠળ ઇમ્યુનાઇઝેશન રેકોર્ડ હાલમાં ઇલેક્ટ્રોનિક રીતે જાળવવામાં આવતા નથી.

સૂત્રોએ જણાવ્યું હતું કે નવી સિસ્ટમ ભૌતિક રેકોર્ડ રાખવાની ઝંઝટ દૂર કરશે. રસીકરણની સ્થિતિ વાસ્તવિક સમયના આધારે અપડેટ કરવામાં આવશે. લાભાર્થીઓ રસીકરણ માટે અગાઉથી નોંધણી કરાવી શકશે. એકવાર સમગ્ર રસીકરણ કાર્યક્રમ ડિજીટલ થઈ જાય, લાભાર્થીઓને સ્થળ પર જ પ્રમાણપત્રો મળશે. તેઓ ઇચ્છે તો તેને ડાઉનલોડ પણ કરી શકે છે. આ પ્રમાણપત્રો ડીજી લોકરમાં રાખવામાં આવશે.

સર્ટિફિકેટ

UIP એ બાળકો અને સગર્ભા સ્ત્રીઓને વિવિધ રોગોથી બચાવવા માટે વિશ્વના સૌથી મોટા રોગપ્રતિરક્ષા કાર્યક્રમોમાંનો એક છે. આ અંતર્ગત સરકાર 12 રોગો સામે વિનામૂલ્યે રસીકરણ કરી રહી છે. આમાં ડિપ્થેરિયા, કાળી ઉધરસ, ટિટાનસ, પોલિયો, ઓરી, રૂબેલા, બાળપણનો ટીબી, રોટાવાયરસ ડાયેરિયા, હેપેટાઇટિસ બી, મેનિન્જાઇટિસ અને ન્યુમોનિયા સામે રાષ્ટ્રીય રસીકરણનો સમાવેશ થાય છે. જાપાનીઝ એન્સેફાલીટીસ સામેની રસી માત્ર અસરગ્રસ્ત જિલ્લાઓમાં જ ઉપલબ્ધ છે.

Read Also

Related posts

શિવસેનાએ ઇ.ડી, સી.બી.આઇને પીએફઆઇ કરતાં પણ ખરાબ ગણાવ્યું, ભાજપને ચેતવણી આપી, ‘વંદે માતરમ’ પર પણ પૂછ્યા સવાલ

Hemal Vegda

Mulayam Singh Yadav health: મુલાયમ સિંહ યાદવની હાલત હજુ પણ ખૂબ જ નાજુક, જાણો ડૉક્ટરોએ શું કહ્યું

Hemal Vegda

જેતપુર/સાડીનાં કારખાનામાંથી  પરપ્રાંતીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો, પતિએ હત્યા કરી હોવાની આશંકા

pratikshah
GSTV