GSTV

મહત્વનું/ રક્તદાન કરતા પહેલા કરતા પહેલા આ વાતનું રાખો ખાસ ધ્યાન, 5 લોકોએ બ્લડ ડોનેટ કરવું જોઈએ નહીં

રક્તદાન

રક્તદાનને એમજ મહાદાન કહેવામાં આવતુ નથી. એક વ્યક્તિના રક્તદાન કરવાથી 5 લોકોનું સારુ થઈ શકે છે. દર્દીઓને નવું જીવન મળી શકે છે. અને રક્તદાનની આ સમગ્ર પ્રક્રિયામાં માત્ર 20 મિનિટનો સમય લાગે છે. છતાં પણ ભારતમાં 30માંથી માત્ર 1 વ્યક્તિ જ નિયમિત રૂપે બ્લડ ડોનેટ કરી શકે છે. તમને જાણીને આશ્ચર્ય તશે કે આપણા દેશમાં દરરોજ 40 હજાર બ્લડ ડોનેશનની જરૂરત હોય છે. જેથી કેંસર, સિકલ સેલ એનીમિયાથી લઈને ઈમરજન્સી સર્જરી, એક્સિડેન્ટ વગેરે સાથે સંકળાયેલા મામલાને સંભાળી શકાય. રેડ ક્રોસ જેવા સંગઠન લોકોને બ્લડ ડોનેશન માટે જાગૃત કરતા રહે છે. જો કે, રક્તદાન કરતા પહેલા અમૂક જરૂરી વાતોનું ધ્યાન રાખવું જોઈએ અને ક્યા લોકોને બ્લડ ડોનેટ ન કરવુ તે અંગે પણ જણાવવું જરૂરી છે.

રક્ત

જે લોકોએ ટેટુ અથવા પિયરસિંગ કરાવ્યું હોય

જો તમે ત્વાચા સાથે સંકળાયેલ કોઈ પણ સારવાર કરાવી હોય, ટેટૂ બનાવડાવ્યુ હોય અથવા તો Piercing એટલે કે સ્કીનમાં છેદ (નાક, કાન, નેવલ ક્યાંય પણ) કરાવ્યું હોય તો તે વ્યક્તિએ ઓછામાં ઓછા 4 મહિના સુધી રક્તદાન કરાવવું જોઈએ નહીં. તેનું સૌથી મોટું કારણ છે કે, હેપેટાઈટિસ વાયરસને ટ્રાંસફર થવાથી રોકી શકાય.

જે લોકોને શરદી-ઉધરસ કે ફ્લૂ હોય

જો કોઈ વ્યક્તિને શરદી-ઉધરસ કે ફ્લૂ હોય તો તેમણે પણ જ્યાં સુધી સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી બ્લડ ડોનેટ કરાવવું જોઈએ નહીં. રેડ ક્રોસ સોસાયટી પણ આ પોલિસીનું પાલન કરે છે. જેથી બ્લડ ડોનેટ કરાવનાર વ્યક્તિથી રક્ત ચડાવવામાં આવતી વ્યક્તિમાં ફ્લૂના વાયરસને ફેલાવવાથી રોકી શકાય.

કોઈ બિમારના ઈલાજ માટે એન્ટિબાયોટિકનું સેવન કરતા હોય

જે લોકોને ગત 2 સપ્તાહમાં કોઈ પ્રકારનું ઈન્ફેક્શન થયું હોય અને તેની સારવાર માટે એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરતા હોય તો તે લોકોએ 10-15 દિવસ પછી જ બ્લડ ડોનેટ કરવું જોઈએ. એવું એટલા માટે કારણ કે, એવા ઘણી ઈન્ફેક્શન હોય છે. જે લોહીમાં ટ્રાંસફર થઈ શકે છે. રક્તદાન કરનાર ડોનરને જો બેક્ટેરિયલ ઈન્ફેક્શન હોય જેની સારવાર માટે તે એન્ટિબાયોટિકનું સેવન કરતા હોય તો તેમણે પણ બ્લડ ડોનેટ કરવું જોઈએ નહીં.

જો તમારો વજન ઓછો છે અથવા તમારો વજન સામાન્ય કરતા ઓછો છે

રક્તદાન કરનાર વ્યક્તિનો વજન ઓછામાં ઓછો 50 કિલો અવશ્ય હોવો જોઈએ અને તેમનું સ્વાસ્થ્ય પણ સંપૂર્ણ રીતે સ્વસ્થ હોવું જોઈએ. 18 વર્ષથી ઓછી ઉંમરના બ્લડ ડોનર્સ માટે પણ હાઈટ, વેઈટની સ્પેસિફિક જરૂરત હોય છે અને તેને પૂરી કરનાર લોકો જ બ્લડ ડોનેટ કરી શકે છે.

  • આ લોકોએ બ્લડ ડોનેટ કરવું જોઈએ નહીં
  • જેમણે ગત 1 વર્ષમાં જોન્ડિસ અથવા હેપેટાઈટિસની બીમારી થઈ હોય.
  • એવા લોકો જેમને કોઈ પણ પ્રકારનું કેન્સર થયું હોય અથવા કેન્સરની સારવાર ચાલી રહી હોય.
  • ખીલના ઈલાજ માટે કોઈ પણ પ્રકારની દવા લેતા હોય.
  • કોઈ ખાસ પ્રકારની બિમારી માટે રસીકરણ થયું હોય.

READ ALSO

Related posts

હેલ્થ ટીપ્સ / લીમડાના પાન ચાવવાથી થશે આ ગજબ ફાયદા, જાણીને રહી જશો દંગ

Mansi Patel

બે વર્ષની રિસર્ચ પછી આમિર ખાને રોક્યું મહાભારત પર કામ, જાણો શું છે કારણ ?

Mansi Patel

સુરત/ આ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે જોરદાર રસાકસી, 20 મતથી જીતી આ પાર્ટી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!