આ છે એવું વિચિત્ર જીવ જેને નથી આંખો કે નથી પગ, નામ એવું પાડ્યું કે વિશ્વ ચોંકી ગયું

પનામામાં એક નવા આંધળા ઉભયજીવી પ્રાણીની શોધ થઈ છે, જેનું નામ અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નામ ઊપરથી રાખવામાં આવશે. જળવાયુ પરીવર્તન પર ડોનાલ્ડ ટ્રમ્પના વર્તનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો હતો. બ્રિટનની એનવિરો બિલ્ડે મંગળવારે જાહેર કર્યું હતું કે, પગ વગરનો અને ખરાબ નજર ધરાવતા ઉભયજીવી પ્રાણીનું નામ ડરમોફિસ ડોનાલ્ડ ટ્રમ્પી રાખવામાં આવશે. કંપનીનું કહેવું છે કે, નામ પર હજુ ચર્ચા કરવાની બાકી છે. પરંતુ પહેલાં પણ અન્ય પ્રાણીઓના નામ રાષ્ટ્રપતિના નામ પરથી રાખવામાં આવ્યા છે.

આ નવું નાનું પ્રાણી આંધળું છે અને તે પોતાનું માથું જમીનની અંદર રાખી શકે છે. બેલે કહ્યું કે આ ગુણ અમેરીકી નેતાના જળવાયુ પરિવર્તનના વિચારને મળતો આવે છે. કંપનીએ તે પણ કહ્યું કે અંગ વગરના પ્રાણી માટે યોગ્ય નામ ટ્રમ્પ જ છે.

સમાચાર અનુસાર આ નામ કંપનીના પ્રમુખ એડન બેલે રાખ્યું છે, જેમણે આ નામ રાખવાનો અધિકાર લેવાં માટે 34,478 ડોલર ખર્ચ કર્યા છે.

ટ્રમ્પે આગળના વર્ષે જૂનમાં પેરિસ જળવાયુ પરિવર્તન કરારથી અમેરીકાને અલગ કરી દીધું હતું. જેમાં વધતાં વૈશ્વિક તાપમાનને રોકવા માટે વિવિધ દેશોએ સંકલ્પ કર્યો હતો. ડરમોફિસ ડોનાલ્ડટ્રમ્પીની લંબાઈ દસ સેન્ટિમીટર છે, જેને તાજેતરમાં જ વૈજ્ઞાનિકોના એક સમુહે પનામામાં શોધ્યું હતું.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter