GSTV

દહેજની યશસ્વી કંપનીના બ્લાસ્ટમાં ઘવાયેલા કામદારોની મુલાકાતે પહોંચ્યા શંકરસિંહ વાઘેલા, ભ્રષ્ટાચારનો લગાવ્યો આરોપ

Last Updated on June 6, 2020 by

રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ ભરૂચમા દહેજની યશસ્વી કંપનીના બ્લાસ્ટમાં ઘવાયેલા કામદારોની મુલાકાત લઇ સાંત્વના પાઠવી. સાથે જ તેમણે સરકારના ભ્રષ્ટાચારના કારણે આ પ્રકારની દુર્ઘટનાઓ બનતી હોવાનો આક્ષેપ કર્યો. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે આ મામલે ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઇએ. જો કે રાજ્યસભાની ચૂંટણી કે એનસીપી સહિતના મુદ્દે શંકરસિંહે મૌન સેવ્યું.

કેમિકલ કંપનીમાં જોરદાર બ્લાસ્ટ થતાં 10 કામદારોના કરૂણ મોત નિપજ્યા હતા

 ભરૂચના દહેજમાં આવેલી એક કેમિકલ કંપનીમાં જોરદાર બ્લાસ્ટ થતાં 10 કામદારોના કરૂણ મોત નિપજ્યા હતા.જ્યારે કે 30થી વધુ લોકો ઘાયલ થયા હતા.દહેજના સેઝ-2માં આવેલી યશસ્વી કેમિકલ કંપનીમાં ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો . જે બાદ કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આસપાસની કંપનીના છાપરા ઉડી ગયા તેમજ બારી દરવાજા પણ તૂટી ગયા.

READ ALSO

Related posts

હોટલ માલિકને ફસાવવા તરકટ/ મહિલા PSIના નામે અભદ્ર મેસેજ બનાવ્યો પરંતુ પોતેજ ફસાયો

Pritesh Mehta

Technology News : Telegram વિડીયો કોલમાં હવે 1,000 લોકો જોડાઈ શકશે, જાણો અન્ય નવા ફીચર્સ

Vishvesh Dave

Skin Care / શું તમે પણ ઓઇલી સ્કિનથી પરેશાન છો? ફોલો કરો આ 5 ટિપ, સમસ્યાથી મળશે છૂટકારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!