GSTV

સુરત : ઓક્સિજન બોટલના ગોડાઉનમા એકાએક બ્લાસ્ટ થતા એકનું મોત, 15 જેટલા લોકોને ફાયર વિભાગે કર્યા રેસ્ક્યૂ

Last Updated on August 11, 2020 by

સુરતના ઉઘના રોડ નબર 9 પર આવેલા ઓક્સિજન બોટલના ગોડાઉનમા એકાએક બ્લાસ્ટની ઘટના બનતા એકનું મોત થયું છે. બ્લાસ્ટની ઘટના બનતાની સાથે જ સ્થાનિક લોકોમા અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. બ્લાસ્ટની ઘટનામાં ચાર કામદારોને ગંભીર ઇર્જા પહોંચતા તેઓને સારવાર માટે નજીકની ખાનગી હોસ્રિટલમા ખસેડવામા આવ્યા છે. ઘટના ના પગલે ફાયર વિભાગે ઘટના સ્થળે પહોચી 15 જેટલા લોકોને રેસ્ક્યુ કર્યા હતા.

સુરતના ઉઘના રોડ નંબર 9 પર આવેલા પેરિસ પ્લાઝાના ગ્રાઉન્ડ ફલોર પર ઓક્સિજન સપ્લાય માટેનું ગોડાઉન આવેલુ છે. આજે એકાએક ગોડાઉનમા ઓકિસજન બોટલમા બ્લાસ્ટ થતાની સાથે જ આગ ફાટી નીકળી હતી. આગ લાગતા જ સ્થાનિક લોકોમા પણ અફરાતફરીનો માહોલ છવાય ગયો હતો. બીજી તરફ આગ લાગ્યાનો કોલ મળતાની સાથે જ ફાયર વિભાગ તથા ઉઘના પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયરની ટીમ દ્વારા સૌ પ્રથમ બીજા માળ પર ફસાયેલા 15 જેટલા લોકોને રેસ્કયુ ઓપરેશન હાથ ધરી તમામને સહી સલામત રીતે બહાર કાઢયા હતા.

જ્યારે ઓકિસજન ગોડાઉનમા તપાસ કરતા એક કામદાર મૃત અવસ્થામા મળી આવ્યો હતો, જ્યારે અન્ય ચાર કામદારો ગંભીર રીતે દાઝી જતા તેમને 108 મારફતે નજીકની ખાનગી હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા. બ્લાસ્ટની ઘટનાને લઇને ફાયરની 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. બ્લાસ્ટ એટલો જબરજસ્ત હતો કે આસપાસની દુકાનો ની દિવાલ પણ તોડી નાખી હતી. ફાયરના જવાનોએ ગોડાઉનમાથી ઓકિસજનની બોટલો પણ બહાર કાઢી હતી. જો કે આગ કયા કારણોસર લાગી છે તે અંગે જાણી શકાયુ નહોતું.

READ ALSO

Related posts

કોરોનાનો કાળો કહેર / વિશ્વમાં કુલ 23 કરોડથી વધુ લોકો થયા સંક્રમિત, 60 લાખથી વધુના થયા મોત

Pritesh Mehta

Akshat Remedies : પીળા ચોખાના આ સરળ ઉપાયો દૂર કરશે પૈસાને લગતી તમામ સમસ્યાઓ, જાણશો તો જરુર કરશો

Vishvesh Dave

હેલ્થ ટિપ્સ / ડેન્ગ્યુના તાવથી ના થાવ ભયભીત, તજજ્ઞો પાસેથી જાણો રિકવર થવાના સરળ ઉપાય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!