GSTV
Home » News » કાશ્મીરમાં હવે કોમી હિંસા ભડકાવવાનો આતંકીઓનો પ્રયાસ, ગ્રેનેડ હુમલો, બે લોકોના મોત, 32થી વધુ ઘાયલ

કાશ્મીરમાં હવે કોમી હિંસા ભડકાવવાનો આતંકીઓનો પ્રયાસ, ગ્રેનેડ હુમલો, બે લોકોના મોત, 32થી વધુ ઘાયલ

Jammu station

ગુરુવારે જમ્મુના એક ભીડ વાળા વિસ્તારમાં બસ સ્ટેન્ડ પાસે ગ્રેનેડ હુમલો થયો હતો, જેમાં એક સગીરનું મોત નિપજ્યું છે જ્યારે ૩૨થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હુમલો આતંકીઓ દ્વારા જ કરવામાં આવ્યો હતો, તેમ છતા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આતંકીઓએ ભીડને નિશાન બનાવીને આયોજન પૂર્વક ગ્રેનેડ ફેક્યો હતો. 

માર્યા ગયેલા ૧૭ વર્ષીય યુવકનું નામ મોહમ્મદ શરીક છે અને તે ઉત્તરાખંડના હર્દીવારનો રહેવાસી છે. જે પણ ૩૩ ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમાં આ યુવકનો પણ સમાવેશ થાય છે. તેની સ્થિતિ ગંભીર હતી, જોકે અંતે સારવાર દરમિયાન જ તેણે દમ તોડયો હતો. જોકે હજુ ઘાયલોમાં ચારની સ્થિતિ અતી ગંભીર છે જેને પગલે મૃત્યુઆંક વધી શકે છે. 

જે ૩૨ લોકો ઘવાયા છે તેમાં ૧૧ કાશ્મીરી રહેવાસીઓ છે, જ્યારે અન્યોમાં બે બિહારના, હરીયાણાના એક અને છત્તીસગઢના એક વ્યક્તિનો સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીરના ઇન્સ્પેક્ટર જનરલ એમ.કે. સિંહાએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં એવુ લાગી રહ્યું છે કે આ હુમલા પાછળ આતંકીઓનો હાથ હોઇ શકે છે. વિસ્ફોટના સ્થળને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યો છે અને આસપાસના રહેણાંકી વિસ્તારોમાં તપાસ અભિયાન જારી છે. 

પોલીસે જણાવ્યું હતું કે આ હુમલા પાછળનો હેતુ આ વિસ્તારમાં કોમી હિંસા ભડકાવવાનો હોઇ શકે છે, તેમ છતા અમે હુમલાખોરને પકડવાના દરેક પ્રયાસો કરી રહ્યા છીએ. હુમલો થતા જ લોકો નાસભાગ કરવા લાગ્યા હતા, જોકે બાદમાં પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.

હાલ આ વિસ્તારને કોર્ડન કરીને તપાસ આદરવામાં આવી છે, અત્યાર સુધીમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જોકે તેણે જ વિસ્ફોટ કર્યો છે કે કેમ તેની પૂછપરછ બાદ જ જાણ થઇ શકશે. 

Related posts

પી.ચિદમ્બરમની મુશ્કેલી ઓછી થવાનું નામ લઈ રહી નથી, હજુ પણ રહેવું પડશે જેલમાં

Bansari

રાજસ્થાનના સાંભરમાં પક્ષીઓના મોતનો સિલસિલો યથાવત, 15 દિવસમાં 10 હજાર પક્ષીઓનાં મોત

Nilesh Jethva

ફડણવીસની સરકાર પાડી દેવાની ભવિષ્યવાણી સામે શરદ પવારનો આત્મવિશ્વાસ, ‘અમારી સરકાર 5 વર્ષ ચાલશે’

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!