GSTV
Gujarat Government Advertisement

પતિ પર આ આરોપ મૂકવો એ ક્રૂરતા સમાન, પત્નીની હાઈકોર્ટે કાઢી ઝાટકણી

Last Updated on November 22, 2020 by pratik shah

દિલ્હી હાઈકોર્ટે એક દંપતી વચ્ચે છૂટાછેડા અંગેનાં નીચલી અદાલતના હુકમને યથાવત રાખતા કહ્યું છે કે, કોઈ જીવનસાથી વિરૂધ્ધ નપુંસકતાના ખોટા આરોપો લગાવવું ક્રૂરતાના સમાન છે. આ કેસમાં અલગ રહેતી પત્નીએ તેના પતિ પર શારિરીક સંબંધ ન બાધવાનો આરોપ લગાવ્યો હતો. હાઈકોર્ટે પતિની સલાહની અરજી સ્વીકારી કે લેખિત નિવેદનમાં પત્ની દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો ગંભીર છે અને તે વ્યક્તિની છબી પર અસર પાડવાની સાથે-સાથે તેની માનસિક સ્થિતિ પર પણ પ્રતિકૂળ અસર કરી શકે છે.

હાઇકોર્ટ

નપુંસકતા સાથે સંબંધિત આરોપો સ્પષ્ટપણે કાયદોનાં અતંર્ગત ક્રૂરતાની અવધારણામાં

ન્યાયમૂર્તિ મનમોહન અને ન્યાયામૂર્તિ સંજીવ નરુલાની બેંચે કહ્યું, ‘તેથી, આ વિષય પરનાં કાયદાને ધ્યાનમાં રાખીને, અમને નીચલી અદાલતના તારણો અને અવલોકનોમાં કોઈ ખામી જણાતી નથી કે અપીલકર્તા (પત્ની)ના લેખિત નિવેદનમાં નપુંસકતા સાથે સંબંધિત આરોપો સ્પષ્ટપણે કાયદોનાં અતંર્ગત ક્રૂરતાની અવધારણામાં આવે છે.

મહિલાની કથિત રીતે શારિરીક સંબંધોમાં રૂચિ નથી

હાઈકોર્ટે હિન્દુ લગ્ન કાયદા હેઠળ છૂટાછેડા માટે પતિની અરજી પર નીચલી અદાલતના આદેશ વિરૂધ્ધ મહિલાની અપીલ ફગાવી દેતા ચુકાદો આપ્યો હતો. દંપતિના વિવાહ જૂન 2012માં થયા હતો. મહિલાના આ પહેલા લગ્ન હતા જ્યારે પુરૂષ તે સમયે ડિવોર્સી હતો. વ્યક્તિએ આ આધાર પર લગ્નને સમાપ્ત કરવાની અપીલ કરી હતી કે, મહિલાની કથિત રીતે શારિરીક સંબંધોમાં રૂચિ નથી અને વિવાહ માટે તેની મંજૂરી મહિલાની કથિત માનસિક અવસ્થાથી સંબંધિત તથ્યોને છુપાવીને લેવામાં આવી હતી. વ્યક્તિએ કહ્યું કે, જો તેને આ વાતની જાણકારી હોત તો તે આ વિવાહ માટે ક્યારે તૈયાર થયો ન હોત.

તેનો પતિ નપુંસકતાની સમસ્યાથી પીડાઈ રહ્યો છે

ત્યારબાદ મહિલાએ તેના જવાબમાં આરોપ લગાવ્યો કે તેનો પતિ નપુંસકતાની સમસ્યાથી પીડાઈ રહ્યો છે અને લગ્ન સંબંધ ન ચાલવા પાછળનું પણ આ જ વાસ્તવિક કારણ છે, ઉપરાંત સાસુ-વહુ ઝઘડો કરે છે અને દહેજની માંગ કરે છે. મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે સાસરીયાઓએ તેની સાથે દહેજની માંગણી સાથે નિર્દયતાથી વર્તન કર્યુ હતું અને તેના પતિએ તેની સાસુ-સસરાની સામે તેને ખૂબ જ માર માર્યો હતો.

આ વૈવાહિક જોડાણને બચાવવા માંગે છે

મહિલાએ હાઇ કોર્ટમાં છૂટાછેડા આપવાની નીચલી અદાલતના આદેશને રદ કરવા અને વૈવાહિક અધિકારને પુનસ્થાપિત કરવાની માંગ કરી અને કહ્યું કે તે આ વૈવાહિક જોડાણને બચાવવા માંગે છે. આ અંગે હાઈ કોર્ટે કહ્યું કે નિષ્ણાતની જુબાનીને આધારે નીચલી અદાલતે મહિલાના આરોપોને નકારી કાઢ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

દુનિયાના સૌથી મોંઘા શહેરોની યાદી થઈ ગઈ જાહેર, ટોપ 10માં ભારત કે અમેરિકાનું એક પણ શહેર નહીં

Pravin Makwana

BREAKING: મોદી કેબિનેટ બેઠકમાં સામાન્ય માણસના હિતમાં લેવાયો સૌથી મોટો નિર્ણય, 80 કરોડ લોકોને થશે સીધો ફાયદો

pratik shah

ફફડાટ/ બાળકો માટે કેટલો ખતરનાક સાબિત થઇ શકે છે કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરિએન્ટ, જાણો શું કહે છે નિષ્ણાતો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!