GSTV

તમારા ફોનમાં સેવ છે બેંક ડિટેલ તો તેને કરો ડિલીટ, આ વાયરસ ખાલી કરી દેશે એકાઉન્ટ

જો તમે તમારા ફોનમાં બેંક એકાઉન્ટનો પાસવર્ડ, એટીએમ, પીન કે પછી ઈન્ટરનેટ બેંકીગની જાણકારી સેવ કરીને રાખો છો તો આ સમાચાર તમારા માટે છે કારણ કે તમારા એન્ડ્રોઈડ ફોનમાં એક નવો વાયરસ આવ્યો છે જે માત્ર તમારી બેંક સબંધીત માહિતી ચોરી રહી રહ્યું છે. આ વાયરસનું નામ બ્લેકરોક છે.

બ્લેક રોક એન્ડ્રોઈડ વાયરસને લઈને ભારત સરકારની સાઈબર એજન્સીના લોકોએ ચેતવણી આપી છે. આ વાયચરસ આશરં 337 એન્ડ્રોઈડ એપ્લીકેસનમાંથી જાણકારી ચોરવામાં સક્ષમ છે. આ એપ્લીકેશનમાંથી તે ડેટાની ચોરી કરી શકે છે. જેમાં જીમેઈલ, નેટફ્લિક્સ અને ઉબેર જેવી એપ્લીકેશનનું નામ સામેલ છે.

બ્લેકરોક વાયર અંગે સોથી પહેલા મોબાઈલ સિક્યુરીટી ફર્મ થર્ટફેબ્રિકએ જાણકારી આપી હતી. બ્લેકરોક વાયરસ સામાન્ય વાયરસની જેમ જ ડેટા ચોરી કરે છે આ વાયચરસ strain Xerxesના સોર્સ કોડ ઉપર આધારિત છે.

આ વાયરસ કોઈપણ એપ્લીકેશનમાં લોગઈન દરમયાન યુઝર્સના ડેટા ચોરી કરે છે. ઉદાહરણ તરીકે જો તમે ફોનમાં કોઈ બેંકીંગ એપ્લીકેશનમાં પાસવર્ડ અને યુઝર આઈડી નાંખીને લોગઈન કરો છો તો આ વાયરસ તેને રેકોર્ડ કરે છે. વાયરસ જે ટેકનિકથી ડેટા ચોરી કરે છે તેને overlays કહેવામાં આવે છે.

આ ટેકનિક હેઠળ વાયરસ વાળી એપ્લીકેશન ખોટા વેબ પેજ ઉપર યુઝર્સ પાસે લોગઈન કરાવે છે. જ્યારે યુઝર્સ તેને સાચુ પેજ માને છે. આ વાયરસથી મેસેજીંગ, કેમેરા, ગેલેરી વિગેરેનું એક્સેસ લે છે. આ વાયરસ યુઝર્સના ખોટુ ગુગલનું અપડેટનું નોટીફિકેશન પણ આપે છે.

બ્લેકરોકથી કેવી રીતે બચી શકાશે

આ એપ્લીકેશન સામાન્ય રીતે એન્ટીવાયરસ એપ્લીકેશનને ચકમો આપી રહી છે. તેવામાં તમારા માટે સારૂ રહેશે કે કોઈ થર્ડ પાર્ટી સ્ટોર કે સોર્સથી પોતાના ફોનમાં કોઈ એપ્લીકેશન ડાઉનલોડ ન કરો. સાથે જ થર્ડ પાર્ટી બ્રાઉઝર એપ્લીકેશનનો પ્રયોગથી પણ બચો અને કોઈ બેંકની એપ્લીકેશન ફોનમાં ઈન્સ્ટોલ છે તે તેની તપાસ કરી લો.

Related posts

ખેડૂત બિલ : મોદી સરકાર સામે એક સાથે 18 પાર્ટીઓએ છેલ્લો દરવાજા ખખડાવ્યો

pratik shah

VIDEO: કારના ટાયરમાં ફસાયેલા અજગરને મહામહેનતે બચાવ્યો, જુઓ આ વીડિયો

Pravin Makwana

કોરોના વાયરસાના કારણે દુનિયામાં 50 કરોડ લોકો થયા બેરોજગારઃ ILO રીપોર્ટમાં થયો ખુલાસો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!