બ્લેકમેલ : પતિ પત્ની ઓર વોની કહાની કેવી છે ?

ફિલ્મની કહાની શરૂ થાય છે ઈરફાન અને કિર્તી કુલ્હારીથી. જે બંન્ને પતિ પત્ની છે. વિજ્ઞાપન એજન્સીમાં કામ કરતો અને વ્યસ્ત રહેતો ઈરફાન પત્નીને સમય નથી આપી શકતો. જેના પરિણામે ઈરફાનની પત્ની લગ્નજીવનથી કંટાળી ચૂકી છે. એક દિવસ ઈરફાન લેટ નાઈટ ઘરે આવે છે, ત્યારે બેડરૂમનું દ્રશ્ય જોઈ તેની આંખો પહોડી થઈ જાય છે. તેની પત્ની તેના ફ્રેન્ડ સાથે ઈન્ટીમેટ થઈ રહી હોય છે. આ જોઈ ઈરફાનને કિર્તીનું ખૂન કરવાના વિચાર આવે છે, પણ ઉલજનો અને નાની મોટી ઘટનાઓ વચ્ચેથી પસાર થતી આ ફિલ્મમાં ઈરફાન અંતે શું કરશે ?  તે પ્રશ્ન છેલ્લે સુધી દર્શકોના મનમાં અટવાયા કરે છે.

ફિલ્મનું ડિરેક્શન પરફેક્ટ છે, પરંતુ સ્ક્રિપ્ટને સ્ક્રિન પર પ્રેઝન્ટ કર્યા બાદ ફિલ્મ ક્યાંક ધીમી પડતી, તો ક્યાંક થકવી દેતી લાગે છે. ઓલ ઓવર પ્રશ્ન એક જ છે કે ફિલ્મનું એડિટીંગ શાર્પ અને માપસર કરવામાં આવ્યું હોત તો ફિલ્મની લંબાઈને ઘટાડી એક પરફેક્ટ પતિ પત્ની ઓર વોની ટિપિકલ ફિલ્મ બનાવી શકાય હોત. અભિનય દેવના ડિરેક્શનમાં કમાલ છે, પણ સ્ટોરી પ્રેઝન્ટ કરવામાં તે ફસ્ટ હાફ બાદ સેકન્ડ હાફને તો વધુ કંટાળાજનક બનાવી પીરસી દે છે. ઓડિયન્સ અંતની રાહ જોયા રાખે પણ ફિલ્મની લંબાઈ 2 કલાક 20 મિનિટ હોવાના કારણે ક્યારે અંત આવે છે તેની રાહ જોવાની રાહી.

ગીતો એટલા હિટ નથી થયા, તો પણ ફિલ્મની કડી વચ્ચે ગીતો એક સેતુ રચવાનું કામ કરે છે. બાગી-2ની માફક ફિલ્મમાં ગીતોની ભરમાર નથી, પરંતુ ગીતો છે તેટલા ફિલ્મની સ્ટોરીને ઝકડી રાખે છે.

અભિયન બાબતે ઈરફાન પર કોઈ શક ન કરી શકાય. તેની તમામ ફિલ્મોમાં અભિનય જ તેનો પ્લસ પોંઈન્ટ રહ્યો છે, પણ આશ્ચર્યની વચ્ચે કિર્તી કુલ્હારીએ બેવફા પત્નીના રોલમાં કમાલ કરી દીધો છે. ચહેરા પર કોમન પતિ પત્ની જેવા હાવભાવ અને એકબીજાની ભૂલો સંતાડવાના પ્રયાસો તેમના અભિનયમાં જોવા મળે છે.

એટલે કે સારી સ્ટોરીને ડિરેક્ટર અભિનય દેવ પડદા પર પ્રેઝન્ટ કરવામાં માત ખાઈ ગયા છે. થોડી બોર કરશે, તો પણ ઈરફાન અને કિર્તીના અભિનય માટે આ ફિલ્મ વન ટાઈમ વોચેબલ બને છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter