સેક્સ વીડિયો બનાવીને કરતી બ્લેકમેલ, લગ્નમાં લોકોને ફસાવતી હતી આ વેડિંગ ડાન્સર

અમદાવાદ પોલીસે એક ખતરનાક ગેંગને પકડી છે કે જે કંઈક હટકે રીતે લોકોને લૂટતી હતી. આ ગેંગની મહિલા લગ્નમાં ડાંસ કરવા જતી હતી. ડાંસ કરતા કરતા કોઈ માણસને પોતાની જાળમાં ફસાવી લેતી અને પછી રૂમમાં બોલાવી તેનો નગ્ન વીડિયો બનાવવામાં આવતો. ત્યારબાદ વીડિયો શેર કરવાની ધમકી આપી તેને બ્લેકમેલ કરવામાં આવતો અવે લૂટ કરવામાં આવતી.

પોલીસે જણાવ્યું છે કે ધરપકડ કરેલાં લોકોમાં સંજના(24), દુર્ગેશ મુલજીભાઈ પરમાર અને મુસ્તફામિયાં સૈયદ છે. સંજના ચાંદલોડિયાના ગાયત્રી નગરમાં રહે છે.અને મુસ્તફામિયાં રામોલનાં એકતા નગરનો રહેવાસી છે. બંન્નેની રામોલ પોલીસે ધરપક઼ડ કરી છે.

રામોલ પોલિસ ઈન્સપેક્ટર દવેનાં જણાવ્યાં અનુસાર સંજના લગ્ન પ્રસંગમાં ડાન્સ કરતી હતી. ડાન્સ કરતા કરતા કોઈ ધનિક માણસને પોતાની જાળમાં ફસાવી લેતી. ત્યારબાદ તે વ્યક્તિને એક જગ્યા પર બોલાવવામાં આવતો. એના ત્યાં પહોચતા પહેલા જ કેમેરા લગાવી દેવામાં આવતા. જેવો પેલો વ્યકિત ત્યાં પહોચીને કપડા ઉતારે કે તરત જ સંજના તેનાં પૈસા અને ચીજવસ્તુ લઈ લેતી અને પછી તેનો નગ્ન વીડિયો શેર કરવાની ઘમકી આપવામાં આવતી.

એક વ્યક્તિએ ફરિયાદ કરી હતી કે એક મહિલા અને પુરૂષે મને માર મારીને વસ્ત્રાલ ક્રોસ રોડ પાસે મારા 50,000 રૂપિયા લૂટી લીધા. 20 નવેમ્બરે એક બીજા વ્યક્તિએ પણ ફરિયાદ કરી હતી. આ મહિલાએ તે વ્યક્તિને સેક્સ વીડિયો શેર કરવાની ધમકી આપીને બ્લેકમેલ કર્યો હતો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter