GSTV
Home » News » કાળિયાર શિકાર કેસ : ફરીથી મુશ્કેલીમાં મુકાયા સૈફ, સોનાલી, નીલમ અને તબ્બુ, કોર્ટે ફટકારી નોટિસ

કાળિયાર શિકાર કેસ : ફરીથી મુશ્કેલીમાં મુકાયા સૈફ, સોનાલી, નીલમ અને તબ્બુ, કોર્ટે ફટકારી નોટિસ

કાળિયાર શિકાર મામલે રાજસ્થાન હાઈકોર્ટે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, નીલમ, તબ્બુ અને દુષ્યંતસિંહ નોટિસ ફટકારી છે. આ નોટિસને રાજસ્થાન સરકારે કોર્ટમાં કરેલી અરજી બાદ ઈશ્યુ કરવામાં આવી છે. રાજસ્થાન સરકાર કોર્ટે તમામ આરોપીને દોષમુક્તિનો વિરોધ કરી રહી છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે  જસ્ટિલ મનોજ ગર્ગની કોર્ટે આ તમામને નોટિસ ફટકારી છે. સીજેએમ ગ્રામીણ કોર્ટે કાળિયાર શિકાર મામલે સલમાન ખાન સિવાય તમામ આરોપી ઓરોપીઓને દોષમુક્ત જાહેર કર્યા હતા. જે બાદ કોર્ટના ચુકાદાને રાજસ્થાન સરકારે હાઈકોર્ટમાં પડકાર્યો છે.

મહત્વપૂર્ણ છે કે, 1998માં બોલિવૂડ ફિલ્મ હમ સાથ સાથ હૈના શૂટિંગ દરમ્યાન સલમાન ખાન સહિતના કલાકારોએ કાંકણી ગામમાં કાળા હરણનો શિકાર કર્યો હતો.  જે બાદ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે સલમાન ખાનને પાંચ વર્ષની સજા જ્યારે સૈફ અલી ખાન, નીલમ, તબ્બુ, સોનાલી અને દુષ્યંત સિંહને દોષમુક્ત જાહેર કર્યા હતા.

Read Also

Related posts

આતંકી અથડામણમાં શહીદ થયા મેજર, મોટી સંખ્યામાં લોકોએ ભીની આંખો સાથે આપી વિદાય

Path Shah

ફ્રેન્ચ અબજોપતિએ સોધેબી હાઉસ અધધ આટલા અબજ ડોલરમાં ખરીદયુ

Path Shah

ઈંગ્લેન્ડની પોતાના વિશ્વ કપના ઈતિહાસની સૌથી મોટી જીત, અફઘાનિસ્તાનને 150 રનોથી હરાવ્યું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!