GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

કાળા ઘઉં ખેડૂતો માટે સાબિત થઈ રહ્યા છે સોનું, કરી દીધા માલામાલ

શું તમે કાળા ઘઉં વિશે સાંભળ્યું છે? નહિંતર, આજે જાણો. આ ઘઉંની એક વિશેષ પ્રકાર છે, જેની સ્પેશિયલ ખેતી કરવામાં આવે છે. સામાન્ય ઘઉં કરતા કાળા ઘઉંમાં આયર્નનું પ્રમાણ આશરે 60 ટકા વધારે હોવાનું કહેવાય છે. જો કે, પ્રોટીન, પોષક તત્ત્વો અને સ્ટાર્ચની માત્રા સમાન છે. કાળા ઘઉંનું સામાન્ય રીતે ભારતમાં વાવેતર કરવામાં આવતું નથી, પરંતુ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ખેડૂતે કાળા ઘઉંનો પાક ઉગાડ્યો છે. ચાલો આ ખેડૂતના કાળા ઘઉંના પાક વિશે વિગતવાર જણાવીએ.

કાળા ઘઉં સાબિત થઈ રહ્યા છે સોનું

મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વિનોદ ચૌહાણ નામના ખેડૂતે રવિ સિઝનમાં કાળા ઘઉંનો પાક લીધો હતો. વિશેષ બાબત એ છે કે 12 રાજ્યો તેમના આ ખાસ ઘઉંની માંગ કરી રહ્યા છે, જેના કારણે આ ઘઉં તેમના માટે સોનું સાબિત થઈ રહ્યા છે. વિનોદે પરંપરાગત ખેતીને બદલે નવી પદ્ધતિઓ કેળવીને ખાસ પાકનો વિકાસ કર્યો છે. કાળા ઘઉં દુર્લભ પાક છે. પરંતુ વિનોદે આ પાકનું આખા 20 વીઘા જમીનમાં વાવેતર કર્યુ છે. દુર્લભ પાક અને 12 રાજ્યોની માંગ તેમના માટે નસીબ ચમકાવવા જેવી છે.

કેટલી મળશે કિંમત

વિનોદના જણાવ્યા મુજબ, તેમણે 500 કિલો કાળા ઘઉંનું વાવેતર કર્યું હતું, જેના કારણે 200 ક્વિન્ટલ (1 ક્વિન્ટલ = 100 કિલો) પાક થયો છે. એટલે કે, તેમની પાસે 200 ક્વિન્ટલ દુર્લભ કાળા ઘઉં છે. જ્યાં સુધી કિંમતની વાત છે, તો વિનોદને સામાન્ય ઘઉં કરતાં બમણા ભાવ મળશે. કાળા ઘઉં, સ્વાસ્થ્ય માટે વધુ સારા હોય છે, આજ કારણે તેની કિંમત વધારે મળશે.

કેવી રીતે શીખી કાળા ઘઉંની ખેતી

આશ્ચર્યની વાત એ છે કે વિનોદે યુટ્યુબ પરથી કાળા ઘઉંની ખેતી શીખી. ખરેખર તે કંઇક અલગ કરવા માંગતો હતો અને યુટ્યુબ પર તેને કાળા ઘઉંની ખેતી વિશે માહિતી મળી. જો કે, તેમણે ખેતી કરતા પહેલા કૃષિ નિષ્ણાતો પાસેથી માહિતી મેળવી હતી. આ પછી આ દુર્લભ ખાદ્ય પદાર્થોની ખેતી શરૂ કરી હતી. બીજી એક આશ્ચર્યજનક બાબત એ છે કે કૃષિ વિભાગે હજી સુધી કાળા ઘઉંની ખેતી કરી નથી. વિનોદ હવે આ પાક અંગે કૃષિ વિભાગને માહિતી આપશે.

READ ALSO

Related posts

શહેરનું વાડજ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં, PSI મિશ્રા સામે એક મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ

pratik shah

અમિતાભ બચ્ચનને લઇને સોશિયલ મીડિયા પર ઉડી આવી અફવાઓ, હોસ્પિટલે કરવુ પડ્યુ ખંડન

Bansari

રાજસ્થાનમાં BTPનો મહત્વનો નિર્ણય, ફલોર ટેસ્ટમાં કોંગ્રેસ અને ભાજપ કોઇને નહી આપે મત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!