દુર્લભ ગણાતી કાળી હળદરના જાણો ગુણો, ગંભીર રોગમાં છે અતિ ગુણકારી

પીળી હળદર દરેકના ઘરોમાં જોવા મળે છે પરંતુ શુ તમે ક્યારેય બ્લેક હળદર વિશે સાંભળ્યુ છે? આ હળદર બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તેમજ આ પીળી હળદર કરતા અનેક ગણી ફાયદાકારક છે. દુર્લભ પ્રજાતીની આ હળદર અંદરથી આછા કાળા  રંગની હોય છે.

આ હળદરનો અનેક પ્રકારનો ઉપયોગ થાય છે. આ હળદરનો ઉપયોગ  અનેક પ્રકારના રોગની સારવારમાં પણ કરવામાં આવે છે.આ હળદર કોલેસ્ટ્રોલ ઓછુ કરવામાં મદદ કરે છે. ચામડીના રોગ, અલ્સર, કે ન્સર, ફેફસાની બિમારીમાં પણ આ હળદર ઘણી અસરકારક નિવડે છે.  આ હળદરમાં ઈબુપ્રોફેન હોય છે. આ હળદળ પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા, ઉતર-પૂર્વ અને ઉતર પ્રદેશમાં ઉગાડવામાં આવે છે. આ હળદર અન્ય હળદર કરતા વધુ ફાયદાકારક છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter