GSTV

ઠંડીમાં ચાની ચૂસ્કી પડી શકે છે મોંઘી, ટી બોર્ડ ઇન્ડિયાએ બગીચાના માલિકોને કર્યો આ આદેશ

ઠંડીની ઋતુ શરૂ થવાની સાથે ચાના ભાવમાં પણ તેજીની સિઝન શરૂ થાય છે. હકીકતમાં ટી બોર્ડ ઇન્ડિયાએ ચાના બગીચાઓને માલિકોને નિર્દેશ આપ્યો છે કે ડિસેમ્બરના મધ્યથી ફેબ્રુઆરી દરમિયાન ચાની લણણી બંધ કરો. તેને પગલે ચા કંપનીઓએ હરાજી કેન્દ્રો ઉપર પોતાની ખરીદી વધારી દીધી છે. તેથી દેશમાં બ્લેક-ટીના ભાવમાં પણ તેજીનો ગરમાવો આવ્યો છે. બ્લેક-ટી સામાન્ય રીતે ટી-બેગમાં વપરાય છે. નવેમ્બરમાં તેના ભાવ પાછલા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ લગભગ 6 ટકા વધ્યા છે.

ચાના એક વેપારીએ જણાવ્યું કે, ઓક્ટોબર સુધીમાં ભાવ વધારે ઉંચકાયા ન હતા. પરંતુ ટી બોર્ડે ચાના બગીચાઓના માલિકોને સમય પહેલા લણણી બંધ કરવાનો આદેશ આપ્યો છે જેના પગલે ભાવ વધ્યા લાગ્યા છે. વધુમાં કહ્યું કે, ટી-બેગમાં વપરાતી ડસ્ટ વેરાયટી (ચાની ભૂકી)ના સારા એવા ભાવ ઉપજી રહ્યા છે. દેશમાં બંધ પેકેટમાં ચા વેચતી મોટી કંપનીઓ ટાટા ગ્લોબલ બેવરેજ, હિન્દુસ્તાન યુનિલિવર અને વાધબકરીની ખરીદી વધી છે. ટી બોર્ડે ઓછી ગુણવત્તાવાળી ચાની લણણી અટકાવવાનો નિર્દેશ આપ્યો છે.

હકીકતમાં સિઝનના છેલ્લા તબક્કામાં લણણી કરવામાં આવતી ચાની ગુણવત્તા સામાન્ય રીતે ઘણી ઉતરતી કક્ષાની હોય છે. તેના ભાવ નીચા રહેવાને લીધે સારી ગુણવત્તાવાળી ચાના પણ વાજબી ભાવ મળી શકતા નથી. પેકેટમાં વેચાતી ચાનું બજાર લગભગ રૂ.10,000 કરોડનું છે. ટી-બેગમાં વેચાતી ચાનો તેમાં મોટો હિસ્સો છે. ઉદ્યોગજગતના અધિકારીઓનું કહેવું છે કે પેકેટ ચાની માંગ વધી રહીછે કારણ કે ભારતના લગભગ 80 ટકા શહેરી અને 75 ટકા ગ્રામિણ વિસ્તારોમાં આવી પેકેટ ચાનો જ વધારે વપરાશ થાય છે.

વર્ષ 2019ના પ્રથમ છ મહિનામાં ચાના ભાવમાં સુધારો ઉત્સાહજનક રહ્યો નથી. કારણ કે ઉત્પાદનનો ખર્ચ અનેક ગણો વધી ગયો છે. ટી બોર્ડના આંકડાઓ મુજબ હરાજી મથકો પર સરેરાશ વેચાણ ભાવ વર્ષ 2019ના પ્રથમ દસ મહિનામાં વાર્ષિક તુલનાએ માત્ર 3.45 ટકા વધીને 141.57 રૂપિયા પ્રતિ કિગ્રા રહ્યો છે.

READ ALSO

Related posts

દેશ માટે દારૂગોળો બનાવતી કંપની હવે Coronaમાં આ બનાવવા લાગી, તમને પણ લાગશે નવાઈ

Arohi

Corona વાયરસને કારણે ઘરે રહેલી મહિલાઓ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન : મેકઅપ કરો, નવા કપડાં પહેરો

Arohi

કોણ છે ચર્ચામાં આવેલી તબલિગી જમાતના સર્વોચ્ય નેતા, જાણો સરકારે શું કરી કાર્યવાહી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!