GSTV

જૂનાગઢની તુવેરમાં કાળી માટીનું કૌભાંડ, 85 ટન તુવેરનો જથ્થો અખાદ્ય

મગફળી કૌભાંડમાં સવાલોના ઘેરામાં રહેલી ભાજપ સરકાર દ્વારા ટેકાના ભાવે શરૂ કરાયેલી તુવેરની ખરીદીમાં પણ મોટા પાયે કૌભાંડ આચરાયું હોવાના આક્ષેપ થતાં ચકચાર મચી ગઇ છે. જૂનાગઢના માણાવદરમાં ટેકાના ભાવે ખરીદાયેલી તુવેરમાં મગફળીની ગુણીની જેમ જ કાંકરા અને માટીના ઢેફાં નીકળ્યા છે. પરિણામે વેપારીઓએ ભેળસેળયુક્ત તુવેર ખરીદવાનો ઇન્કાર કર્યો છે. બીજી તરફ નાફેડના અધિકારીઓએ પણ ચકાસણી કર્યા બાદ તુવેરનો જથ્થો અખાદ્ય હોવાનું સ્વીકાર્યું છે.

રાજકોટના દીપક નથવાણી નામના વેપારીએ 85 ટન જેટલો તુવેરનો જથ્થો ખરીદ્યો હતો. નાફેડ દ્વારા માણાવદરના કુલદીપ જીનીંગ ફેક્ટરીના ગોડાઉનમાં આ તુવેર રાખવામાં આવી હતી. આ માટે દીપકભાઇએ ટેન્ડર દ્વારા 34 લાખ રૂપિયા પણ ખરીદી પેટે ચૂકવ્યા હતા. ખરીદી બાદ તેઓ તુવેર જોવા આવ્યા ત્યારે તુવેર ખૂબ સારી ગુણવત્તાની હતી. પરંતુ ખરીદીના 15 દિવસ બાદ જ્યારે તેઓ તુવેર ભરવા આવ્યા તો માલમાં જીવાત અને કાંકરા તેમજ માટીના ઢેફાં જોઇને તેમના હોશકોશ ઉડી ગયા. દિપકભાઇએ અમદાવાદ નાફેડના અધિકારીને દસ્તાવેજી પૂરાવા અને વીડિયોગ્રાફી આપતા નાફેડના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

તુવેરમાં ભેળસેળ સામે આવ્યા બાદ ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ ફરી એક વખત ભાજપ સરકાર પર નિશાન સાધ્યું. તેમણે તુવેરમાં ભેળસેળ અંતે તટસ્થ તપાસની માંગ કરી જવાબદારો સામે પગલા ભરવાની માંગણી કરી છે.

હાલ તો નાફેડે મંગળવાર સુધીમાં વેપારી દિપકભાઇને સારી તુવેરનો જથ્થો આપવા અથવા તેમના નાણાં પરત આપવાનું આશ્વાસન આપ્યું છે. પરંતુ જે રીતે ગોડાઉનમા રહેલી તુવેરમાં કાંકરા અને ઢેફાં નીકળ્યા તેને લઇને તુવેરની ખરીદીમાં પણ મોટા પાયે કૌભાંડ આચરવામાં આવતું હોવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે.

Related posts

Corona ઇફેક્ટ: મદદ માટે આગળ આવી ટચૂકડા પડદાની સામ્રાજ્ઞી,એક વર્ષની સેલરી સમર્પિત કરશે એક્તા કપૂર

Bansari

રાજ્યભરમાં કોરોનાના સંક્રમણની સંખ્યામાં વધારો, હિંમતનગરમાં પોઝિટીવ કેસ નોંધાતા તંત્ર થયું દોડતું

pratik shah

મુંબઈની એક હોસ્પિટલમાં 26 નર્સ અને 3 ડૉક્ટર્સ કોરોના પોઝિટીવ, પુણેમાં 42 ડૉક્ટર્સ ક્વારન્ટાઈનમાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!