GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

અશ્વેતોના હુમલાનો ભય: હત્યારા પોલીસકર્મી ચૌવિનને જડબેસલાક સલામતી વ્યવસ્થા ધરાવતી જેલમાં શિફ્ટ કરાયો

ચૌવિન

અમેરિકાના મિનેપોલિસમાં જ્યોર્જ ફલોઇડ નામના અશ્વેત નાગરિકના ગળા પર આઠ મીનિટ છેતાલીસ સેકન્ડ સુધી ઘૂંટણ દબાવી તેનું ગુંગળાવીને મૃત્યુ નિપજાવનાર પોલીસ ડેરેક ચૌવિન પર વિશ્વભરમાંથી ધીક્કારની લાગણી ફરી વળી છે. આ સમગ્ર ઘટનાની વિડિયો ક્લિપિંગ સમગ્ર વિશ્વમાં વાયરલ બની છે. લશ્કરે તઇબાના આતંકવાદીઓ એક જ ઝાટકે તેના કેદીઓનું ગળુ કાપે તેવી વિડિયો કરતા પણ જ્યોર્જ ફલોઇડને ડેરેક ચૌવિન જે મોત આપે છે તેના દ્રશ્યો જોતા વધુ કમકમાટી ઉપજે. ફલોઇડના જીવનની આખરી ૪.૫ મિનિટની વિડિયો જોતા એમ લાગે કે ફલોઇડને ગોળી વિધ્યા વગર, ખંજરથી ગળુ કાપ્યા વગર કે લોહીનું એક પણ ટીપુ વહેવડાવ્યા વગર જે રીતે મોતને ઘાટ ઉતારાય છે તે જોયા પછી જ હૃદયના ધબકારા અટકી ગયા હોય તેવી સ્થિતિમાં વિશ્વનાં પ્રત્યેક નાગરિક એવી જ પ્રતિક્રિયા આપે છે કે આ રાક્ષસી પોલીસ કર્મીને તત્કાળ ઠાર કે ફાંસીએ લટકાવી દેવો જોઇએ. એવી પણ રોષની લાગણી જન્મે જ કે આ નરાધમને પણ તે જ રીતે ગુંગળાવીને મોત આપવું જોઇએ.

અમેરિકાના ૧૦૦ થી વધુ શહેરોમાં અશ્વેતો દ્વારા હિંસા ફાટી નીકળી છે ત્યારે ૪૪ વર્ષીય પોલીસકર્મી ડેરેક ચૌવિન પર થર્ડ ડીગ્રી અતિઘાતકી પ્રકારના માનવભક્ષી મર્ડરના આરોપ લગાવી ધરપકડ કરવામાં આવી છે.

રોષે ભરાયેલા અશ્વેતો ડેરેક ચૌવિન પર હૂમલો કરવા ભારે હિંસા અને તોડફોડ કરતા જેલ પર હલ્લો કરી જ શકે તેવી શક્યતા જોતા ચૌવિનને અમેરિકાની જે સૌથી જડબેસલાક સલામતિ વ્યવસ્થા ધરાવતી જેલોમાં સ્થાન પામે છે તેવી વિસ્કોન્સીમની સરહદે બેપોર્ટ અને સ્ટીલવોટર શહેરની વચ્ચે આવેલી ઓક પાર્ક હાઇટ પ્રિઝનમાં ગઇકાલે શિફટ કરાયો છે. આ અગાઉ તે ચાર દિવસ રામસે કાઉન્ટી ડિટેન્શન સેન્ટરમાં રખાયો હતો.

ચૌવિને જે હદે પાશવી કૃત્ય કર્યું છે તે રીતે પણ આ જેલ તેને માટે પસંદ કરવામાં આવી છે. અમેરિકાના ખતરનાક અને વિકૃત ૨૯૭ કેદીઓ આ જેલમાં રાખવામાં આવ્યા છે. પ્રત્યેક કેદી અલાયદી સાત ફિટની કોટડીમાં છે જેથી હિંસા ન કરે. આ કેદીઓ અગાઉની થર્ડ ડિગ્રી અને વર્તમાનની આકરી સજા જોતા આત્મહત્યા કરવા માંગતા હોય છે પણ તેઓ કૃત્ય પાર ન પાડી શકે તેવી રીતે તેઓ પર પહેરો રહે છે. પ્રત્યેક કોટડી અને કેદીની હિલચાલ પર સીસીટીવી કેમેરાની નજર હોય છે. તેની કોટડીમાં વોશ બેઝિન એટલા મજબુત લોખંડનું હોય છે કે તેને ગમે તેટલી ધારદાર બ્લેડથી કાપવું આસાન નથી.મોટાભાગના કેદીઓએ ભારે વિકૃતિ દાખવીને હત્યા કે સિરિયલ હત્યા કરી છે કે પિશાચી બળાત્કારો કર્યા છે.

આમ તો ચૌવિનને સજાની કાર્યવાહી તરત જ હાથ ધરવી જોઇએ કેમ કે ઘટનાને પણ એક અઠવાડિયું થશે પણ અશ્વેતો કોર્ટમાં તેને લઇ જવાનો હોય ત્યારે કંઇપણ કરી શકે તેવો ભય છે. જો કે અમેરિકાની ટ્રમ્પ સરકાર પર ચૌવિનને સજા જાહેર કરવાનું દેશભરમાંથી ભારે દબાણ હોઇ આગામી આઠ મે ના રોજ તેની સામેની ટ્રાયલ ચાલશે જે કોર્ટમાં રૂબરૂ થાય છે કે જેલમાંથી વિડિયો દ્વારા થશે તે જાહેરાત નથી થઇ.

ચૌવિનને પાંચ લાખ ડોલરના બોન્ડ સામે જામીન મળી શકે તેમ હતી પણ તેના પરિવારજનો, મિત્રોમાંથી કોઇ હાજર નથી થયું. ચૌવિનની પત્ની ૪૫ વર્ષીય કેલી સૌંદર્ય સ્પર્ધાની ભુતપૂર્વ વિજેતા છે પણ તેણે તેના પતિએ આવુ કૃત્ય કરતા જ ચૌવિનને છૂટાછેડા આપવાની જાહેરાત કરી દીધી છે. બંનેનું દાંપત્ય જીવન ૧૦ વર્ષનું છે.મોતની સજા જાહેર કરીને તત્કાળ તેનો અમલ થશે તો જ અમેરિકામાં હિંસા થાળે પડશે તેમ લાગે છે.

જેલ પર અશ્વેતો હલ્લો ન બોલાવે તેથી પ્રવેશના માર્ગો પર સીલ કરીને બોંબ પ્રુફ ફેન્સિંગ કરી દેવાઇ છે. વીડિયોમાં સ્પષ્ટ નરી આંખે જોઇ શકાય તેમ ચૌવિન ફલોઇડને મોત આપે છે છતાં ઘટનાના ૧૫ દિવસ પછી ટ્રાયલ ચલાવવા કરતા તરત સજા જાહેર થઇ શકે તેમ છે તેવું અશ્વેતો માને છે.

ટ્રમ્પની સરકાર જાણી જોઇને હિંસા ભડકાવવા માંગે છે અને ગોરા વિરૂધ્ધ અશ્વેત તેવા રંગભેદના નામે ચૂંટણી લડવા માંગે છે તેવો આરોપ મૂકાઇ રહ્યો છે.

Read Also

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!