પેંચ નેશનલ પાર્કનાં તેલિયા બફર જંગલમાં કાળો દિપડો એટલેકે, બ્લેક લેપર્ડ ‘બગીરા’ ફરી ગુરુવારે જોવા મળ્યો હતો. કાળા દિપડાને ટુરિસ્ટો બગીરાનાં નામથી ઓળખે છે. તેની એક ઝલક મેળવવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં તેલિયા પ્રદેશમાં સફારી કરવા પહોંચી રહ્યા છે. બે દિવસ પહેલા કાળો દિપડો પ્રવાસીઓને જોવા મળ્યો હતો.

તેલીયા બફરના અર્જુન મઠ્ઠામાં બ્લેક લેપર્ડને નજીકથી જોઈને પ્રવાસીઓનો આનંદ બમણો થઈ ગયો હતો. કાળા દિપડો શિકાર ખાતા ખડક પર જોવા મળ્યો હતો, જેની તસવીરો અને વીડિયો પ્રવાસીઓ અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરો દ્વારા મોબાઇલ અને કેમેરામાં કેદ કરાયા હતા.

પેંચ નેશનલ પાર્કના તેલીયા બફરમાં બ્લેક દિપડોબગીરા જુલાઈ 2020થી દેખાઈ રહ્યો છે. પેંચ પાર્કના અધિકારીઓના કહેવા પ્રમાણે, ત્રણ બચ્ચા માતા દિપડા સાથે જોવા મળી રહ્યા છે. આ બચ્ચામાંથી એક દિપડો કાળો છે. દિપડાના વિસ્તારનું સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યુ છે.

‘ધ જંગલ બુક’નું મેઈન કેરેક્ટર મોગલીની જન્મભૂમિ પેંચ નેશનલ પાર્કને માનવામાં આવે છે. મોગલી અને બગીરાની વચ્ચે સારી દોસ્તીનાં કિસ્સા જાણીતા છે. કહાનીનાં આ પાત્ર બઘીરા સાથે બ્લેક દિપડાને જોડવામાં આવી રહ્યો છે. જોકે, વિશેષજ્ઞો મુજબ, મેલેનિસ્ટિક કારણોથી ઘણા વન્યજીવોનાં રંગ બદલાઈ જાય છે. કાળો દિપડો પણ તેનું જ પરિણામ છે.

સફારી દરમિયાન, જિપ્સીની સામેથી કાળો દિપડો નીકળતા તેનો ફોટો પેંચ પાર્ક વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર અર્પિત ‘મોનુ’ દુબેએ તેના કેમેરામાં લીધો હતો. ચપળ દિપડો સહેજ અવાજ થયા પછી ગાઢ જંગલમાં અદૃશ્ય થઈ ગયો. કાળો દિપડાની ઉંમર લગભગ એક વર્ષ છે.

પેંચ પાર્કના અધિકારીઓના કહેવા પ્રમાણે, ત્રણ બચ્ચા માતા દિપડા સાથે જોવા મળે છે. આ બચ્ચામાંથી એક દિપડોકાળો છે. કાળો દિપડો પહેલાં 27 જુલાઈના રોજ દેખાયો હતો. 17 સપ્ટેમ્બર અને 28 નવેમ્બરના રોજ, પ્રવાસીઓએ સફારી દરમિયાન કાળા દિપડાનાં બચ્ચા જોયા છે. કાળો દિપડો જોવાથી પ્રવાસીઓમાં સફારીનો રોમાંચ વધી ગયો છે. વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરો, ગાઈડ, જિપ્સી ડ્રાઈવરો અને પ્રવાસીઓ કાળા દિપડા અંગે ભારે ઉત્સાહ દેખાડી રહ્યા છે.
READ ALSO
- મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસેના પૂજારી કોંગ્રેસમાં જોડાયા, ખુદ કમલનાથે પાથરી લાલજાજમ
- મોદી સરકાર માટે રાહત/ મૂડીઝે ભારતીય અર્થવ્યવસ્થા પર મૂક્યો ભરોસો, હવે આવો રહેશે નવો વિકાસદર
- સલાહો છૂટી/ સુરતમાં પ્રવેશવાના 72 કલાક પહેલાં લોકો કોરોના ટેસ્ટિંગ કરાવે, કોરોનાનો ફફડાટ વધ્યો
- ધબડકો/ ઈંગ્લેન્ડ 81 રનમાં ઓલઆઉટ : અશ્વિને 400 વિકેટ ઝડપી બનાવ્યો રેકોર્ડ, ભારતને મળ્યો આટલા રનનો ટાર્ગેટ
- અમદાવાદ/ એવું તે પોલીસે શું કર્યું કે સિવિલ વર્ગ 4ના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર, કઇ ઘટનામાં મામલો બિચક્યો