GSTV

પૃથ્વીથી 15,000 પ્રકાશવર્ષના અંતરે સુર્ય કરતા 70 ગણા કદનો બ્લેક હોલ મળી આવ્યો!

Last Updated on November 30, 2019 by

બ્રહ્માંડમાંથી એક પછી એક નવાં સરપ્રાઈઝ બહાર આવતા રહે છે અને દર વખતે વિજ્ઞાાનીઓને તેમના અજ્ઞાાનનો અહેસાસ કરાવતા રહે છે. ચીની સંશોધકોને તાજેતરમાં એક એવો બ્લેક હોલ હાથ લાગ્યો છે, જે આપણા સુર્ય કરતાં 70 ગણા કદનો છે. સામાન્ય રીતે આવડો મોટો બ્લેક બોલ શક્ય નથી હોતો. એટલે આ સંશોધને વિજ્ઞાાનીઓની કલ્પનાના સીમાડા વટાવી દીધા છે. અત્યાર સુધીના અભ્યાસને આધારે મોટામાં મોટો બ્લેક બોલ કેવડો હોઈ શકે તેનો અંદાજ લગાવાયો હતો. એ અંદાજ કરતા આ બ્લેક હોલ બમણા કદનો છે. અત્યાર સુધી એવુ મનાતુ હતુ કે આવડો મોટો બ્લેક હોલ શક્ય જ નથી.

બ્લેક હોલ એ બ્રહ્માંડનો એક એવો ભાગ છે, જે જોઈ શકાતો નથી. તેમાં જતો પ્રકાશ પણ બહાર ન આવી શકે કે રિફ્લેક્ટ ન થઈ શકે એવુ શક્તિશાળી તેનું ગુરૂત્વાકર્ષણ છે. બ્લેક હોલની હાજરી તેના ગુરૂત્વાકર્ષણને આધારે જ જણાતી હોય છે. કદાવર તારો જ્યારે મૃત્યુ પામે ત્યારે એ બ્લેક હોલમાં ફેરવાતો હોય છે. ચીનના વિજ્ઞાાનીઓ નેશનલ એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરી દ્વારા બ્રહ્માંડનો અભ્યાસ કરતા હતા ત્યારે તેમને આ બ્લેક હોલનો પત્તો લાગ્યો હતો.

આ બ્લેક હોલ પૃથ્વીથી અંદાજે 15,000 પ્રકાશવર્ષના અંતરે છે. હાલ તેને એલ-1 એવુ કામચલાઉ નામ આપી દેવાયું છે. અત્યાર સુધીના વિવિધ બ્લેક હોલના અભ્યાસના આધારે સંશોધકોએ એવો અંદાજ લગાડયો છે કે સામાન્ય રીતે બ્લેક હોલ બે પ્રકારના હોય છે. અત્યારે સર્જાતા મોટા ભાગના બ્લેક હોલ સુર્ય કરતા 20 ગણા કદના તારાના મૃત્યુને કારણે સર્જાતા હોય છે. એ સિવાય વિજ્ઞાાનીઓની ધારણા છે કે સુપર મેસિવ બ્લેક હોલ પણ હોઈ શકે છે કે સુર્યથી લાખો ગણા મોટા હોય એવુ બને. પરંતુ એ માત્ર િથયરી છે. કોઈ એવો બ્લેક હોલ હજુ સુધી સંશોધકોને મળ્યો નથી. જોકે આ નવા બ્લેક હોલે નવા સંશોધન માટેની દિશા જરૂર ખોલી આપી છે.

READ ALSO


Related posts

માતમમાં ફેરવાઈ ખુશીઓની પળ! લગ્ન પ્રસંગમાં પડી આકાશી વીજળી, 16 લોકો જીવતા ભૂંજાયા: અનેક ઘાયલ

pratik shah

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!