GSTV
Gujarat Government Advertisement

બ્લેક ફ્રાઇડે/ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Facebook, WhatsApp અને Instagram થયા બંધ, અડધો કલાક સર્વિસ રહી બંધ

Last Updated on June 11, 2021 by Harshad Patel

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Facebook, WhatsApp અને Instagramએ શુક્રવારે અચાનક કામ કરવાનું બંધ કરી દીધું છે. આ સર્વિસ ડાઉન થવાથી ભારત સહિત દુનિયાનાં ઘણા દેશોમાં યુઝર્સને મુશ્કેલી સહન કરવી પડી છે. લગભગ અડધો કલાક આ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ બંધ રહેતાં જોત જોતામાં ફરિયાદો શરૂ થઇ ગઇ.

સરકાર

આ દિવસ સોશિયલ મિડિયાનો બ્લેક ફ્રાઇડે બની ગયો

ટ્વિટર પર લોકોએ આ અંગે ફરિયાદોનો મારો ચલાવ્યો અને આ દિવસ સોશિયલ મિડિયાનો બ્લેક ફ્રાઇડે બની ગયો છે. જો કે અડધા કલાક બાદ જ્યારે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ સર્વિસ ચાલું થઇ ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો.

ફેશબુક એપની અન્ય સર્વિસ કામ કરી રહી હતી

ફેસબુકની આ તમામ એપ્સમાં સમસ્યા ભારતીય સમય અનુસાર રાત્રે 11.05 મિનિટથી શરૂ થઇ ગઇ છે. જો કે કંપની તરફથી કોઇ સ્ટેટમેન્ટ આવ્યું નથી. WhatsApp અને Instagram અડધો કલાક બંધ રહ્યા હતાં. જો કે ફેશબુક એપની અન્ય સર્વિસ કામ કરી રહી હતી, જો કે WhatsApp અને Instagram મોટાભાગનાં યુઝર્સ માટે સંપુર્ણ બંધ રહ્યા છે.

આ ત્રણેય સોશિયલ મિડિયા પ્લેટફોર્મનાં માલિક માર્ક ઝકરબર્ગ

WhatsApp, Facebook અને Instagramની સર્વિસ રાત્રે લગભગ 12 વાગ્યે ચાલું થઇ ગયું છે. આ ત્રણેય સોશિયલ મિડિયા પ્લેટફોર્મનાં માલિક માર્ક ઝકરબર્ગ છે. ત્રણેય એક સાથે ડાઉન થવાથી ટ્વિટર પર માર્ક ઝકરબર્ગ ટ્રેંડ થવા લાગ્યું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નરોડામાં મોબાઈલ ટાવર ઉપર ચડેલાં યુવાનને બે કલાકની મહેનત બાદ ફાયર વિભાગેબચાવી લીધો

pratik shah

ઓ બાપ રે! સીતાનો રોલ કરવા માટે આલિયા ભટ્ટે લીધી આટલી તગડી ફી! તૂટી જશે તમામ રેકોર્ડ

Bansari

યુવતીએ કોન્સ્ટેબલ પર લગાવ્યા અશ્લીલ મેસેજ મોકલવાના આરોપ, SPએ કહ્યું, WhatsApp ચલાવવું જરૂરી છે ?

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!