GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

કાળીયાર કેસ: સજા બાદ સલમાન જેલમાં આસારામ સાથે રહેશે

19 વર્ષ જુના કાળિયાર શિકાર કેસની સુનવણી માટે સલમાન ખાન બુધવારે જોધપુર પહોંચી ગયો હતો. આજે આ મામલે જોધપુર કોર્ટ ચુકાદો આપ્યો છે. બુધવારે જ કેસના આરોપી સલમાન ખાન, સૈફઅલી ખાન સહિત અન્ય કલાકારો જોધપુર પહોંચી ગયા હતા.

સલમાનની સાથે તેનો બોડીગાર્ડ શેરા અને બહેન અલવિરા અને અર્પિતા પણ સાથે આવી છે. તેમની સાથે એક્ટર આફતાબ શિવદાસાની પણ નજર આવ્યો હતો. સલમાન ખાનને જેલ થશે કે પછી બેલ મળશે તેનો નિર્ણય આજે થઇ ગયો છે. સલમાનને કાળિયાર શિકાર કેસ મામલે સલમાન ખાનને દોષિત જાહેર કરવામાં આવ્યો છે.

સલમાન ખાન ઉપરાંત તબ્બૂ, સોનાલી બેન્દ્રે, નિલમ અને સૈફ અલી ખાનને નિર્દોષ જાહેર કરાયા છે. કાંકાણી ગામમાં બે કાળા હરણનાં શિકાર મામલે નીચલી કોર્ટમાં સુનવણી ચાલી હતી. હવે જોધપુર ગ્રામીણ જિલ્લા મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ દેવ કુમાર ખત્રી ચુકાદો આપ્યો છે.

સુત્રોના જણાવ્યા મુજબ સજા બાદ સલમાનને સેન્ટ્રલ જેલમાં બેરેક નંબર 2માં રાખવામાં આવશે. જ્યાં જાતીય સતામણીના આરોપી આસારામને પણ રાખવામાં આવ્યો છે. અભિનેત્રીઓને સજા મળી તો તમને સામાન્ય કેદિઓની સાથે મહિલા બેરકમાં રાખવામાં આવશે.

Related posts

રાજ્યમાં 11 દિવસમાં એક્ટિવ કેસમાં 22 ટકાનો ઘટાડો, આ સ્થિતિ રહી તો કોરોના નાબૂદીના દિવસો નહીં હોય દૂર

Harshad Patel

Coronaનો આતંક યથાવત: રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 415 પોઝીટીવ કેસો, 29 લોકોનાં થયા મોત

Mansi Patel

મલેશિયા પાસેના ટાપુઓ કબજે કરવા ચીને કરી અવળચંડાઈ, કૃત્રિમ ટાપુ બનાવી ફાયટર જેટ્સ ખડકી દીધા

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!