Tamil Nadu IAF Chopper Crash: તમિલનાડુના કુન્નુરમાં વાયુસેનાના હેલિકોપ્ટર Mi-17ના ક્રેશ થયા બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે આ દુર્ઘટનાનું કારણ શું છે. પરંતુ, હવે આ દુર્ઘટના પાછળનું કારણ સામે આવી શકે છે. ઘટના સ્થળ પરથી બ્લેક બોક્સ મળી આવ્યું છે. દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સહિત બુધવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા હતા. તેના પર કુલ 14 લોકો સવાર હતા.
Critical equipment of IAF Mi-17 that crashed near Coonoor near Tamil Nadu recovered by Air Force officials from the spot pic.twitter.com/4AD3NEHBdZ
— ANI (@ANI) December 9, 2021
અગાઉ એરફોર્સ ચીફ વી.આર. ચૌધરીએ તમિલનાડુના ડીજીપી સી. શૈલેન્દ્ર બાબુ સાથે ગુરુવારે સવારે કુન્નુરમાં ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે હેલિકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ બિપિન રાવતના મોત પર અને સંસદના બંને ગૃહોમાં નિવેદન આપ્યુ. બિપિન રાવતને વેલિંગ્ટનમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બિપિન રાવત સહિત તમામ 13 મૃતદેહોને આજે દિલ્હી લાવવામાં આવશે. જનરલ રાવતના અંતિમ સંસ્કાર શુક્રવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કરવામાં આવશે.

હેલિકોપ્ટર દુર્ઘટનાને કારણે દેશમાં શોકની લહેર
આ પહેલા બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને વિવિધ પક્ષોના રાજકારણીઓ સહિત અનેક રાજનેતાઓએ જનરલ રાવતના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમને ઉત્કૃષ્ટ સૈનિક તરીકે બિરદાવ્યા હતા. એક ટ્વિટમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, “જનરલ રાવત એક ઉત્કૃષ્ટ સૈનિક હતા. એક સાચા દેશભક્ત તરીકે, તેમણે સુરક્ષા તંત્ર અને આપણા સશસ્ત્ર દળોના આધુનિકીકરણમાં ઘણું યોગદાન આપ્યું. વ્યૂહાત્મક બાબતોમાં તેમની દ્રષ્ટિ અસાધારણ હતી. તેમના મૃત્યુથી મને ઊંડો આઘાત લાગ્યો છે. ઓમ શાંતિ.” વડાપ્રધાનની આગેવાની હેઠળની કેબિનેટ કમિટી ઓન ડિફેન્સ અફેર્સ (CCS) ને આ દુર્ઘટના વિશે જાણકારી આપવામાં આવી હતી અને કેબિનેટના ટોચના સભ્યોએ જનરલ રાવતના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતના નિધન પર ઉંડા શોકની લાગણી વ્યક્ત કરતાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બુધવારે કહ્યું કે તેમનું અકાળે અવસાન સશસ્ત્ર દળો અને દેશ માટે અપૂરણીય ક્ષતિ છે. ભારતીય વાયુસેનાએ જણાવ્યું કે, જનરલ રાવત, તેમની પત્ની મધુલિકા અને હેલિકોપ્ટરમાં સવાર અન્ય 11 લોકોનું બુધવારે તમિલનાડુના કુન્નૂર નજીક દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. રાજનાથ સિંહે ટ્વિટ કર્યું કે, “તમિલનાડુમાં અત્યંત દુર્ભાગ્યપૂર્ણ હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને 11 અન્ય સશસ્ત્ર દળના જવાનોના આકસ્મિક અવસાનથી ખૂબ જ દુઃખી છું.”

Read Also
- મોટા સમાચાર / કેન્દ્ર સરકાર બાદ કેરળ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડ્યો વેટ
- IPL 2022 / મુંબઈ ઈન્ડિયન્સે જતા જતા દિલ્હીનો ખેલ બગાડ્યો, પ્લેઓફની ચાર ટીમો ફાઈનલ
- ઘઉંનો પાક ઘટવા છતાં ખાદ્યાન્નનું વિક્રમી 31.45 કરોડ ટન ઉત્પાદન થવાની ધારણા
- તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ
- ભયાનક વીડિયો: જર્મનીમાં 80KMની ઝડપે મોતનું તુફાન, વૃક્ષો હવામાં ઉડ્યા અને અનેક છતના તૂટવાથી મોટા પાયે નુકાસન