પાટનગર નવી દિલ્હીની લગભગ બધી સરહદો પર અડ્ડો જમાવનારા પંજાબ અને હરિયાણાથી આવેલા હજ્જારો ખેડૂતો દિલ્હીને સીલ કરાવીને જ જંપે એવી શક્યતા હતી. અત્યાર સુધી આ મામલા અંગે માત્ર નિવેદનો કરી રહેલા કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ આજે સવારે ખેડૂતોના આંદોલનને ખુલ્લો ટેકો જાહેર કરતાં સોશ્યલ મિડિયા પર લોકોને અપીલ કરી હતી કે ખેડૂતો સાથે થઇ રહેલા સરમુખત્યાર જેવા વર્તનનો વિરોધ કરવામાં ખેડૂતોને સાથ આપવા આગળ આવો.

જગતના તાત ગણાયેલા ખેડૂતોને ન્યાય અપાવવા તમે આગળ આવો
એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ રાહુલે ‘સ્પીકપ ફોર ફાર્મર્સ’ નામે એક સામાજિક આંદોલન શરૂ કર્યું હતું. તેમણે સોશ્યલ મિડિયા પર લોકોને ખુલ્લી અપીલ કરી હતી કે જગતના તાત ગણાયેલા ખેડૂતોને ન્યાય અપાવવા તમે આગળ આવો. સ્પીકપ ફોર ફાર્મર્સના માધ્યમ દ્વારા અમારી સાથે જોડાઓ. રાહુલે વધુમાં લખ્યું કે પહેલાં મોદી સરકારે ખેડૂતોને બરબાદ કરવા પહેલાં કાળા કૃષિ કાયદા ઘડ્યા અને હવે ખેડૂતો પર લાઠીઓ અને ટીઅર ગેસ વર્ષાવવામાં આવી રહ્યાં છે.

કહેવાય કૃષિ કાયદો પરંતુ લાભ થશે મોદીના અબજોપતિ દોસ્તોને
પ્રિયંકા ગાંધીએ સરકાર પર આક્રમણ કરતાં કહ્યું કે કહેવાય કૃષિ કાયદો પરંતુ લાભ થશે મોદીના અબજોપતિ દોસ્તોને. ખેડૂતો સાથે વાટાઘાટ કર્યા વિના કૃષિ કાનૂન ઘડી કઇ રીતે શકાય એવો સવાલ તેમણે કર્યો હતો. આવા કાયદાથી ખેડૂતોને નુકસાન થઇ રહ્યું હોય એવી જોગવાઇ શી રીતે ઉમેરી શકાય. સરકારે ખેડૂતોની વાત સાંભળવીજ પડશે. આવો, અમારી સાથે જોડાઓ અને ખેડૂતોને તેમનાં હિત મેળવવાની લડતમાં અમને સાથ આપો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે 100 પૂર્વ અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ, વડાપ્રધાન મોદીને લખ્યો ઓપન લેટર
- મુંબઈ સ્થિત પોતાનું ઘર વેચી રહી છે કરિશ્મા કપૂર, 2020માં ખરીદેલા ઘર માટે મળશે આટલા કરોડ રૂપિયા..
- વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ
- PNBએ ગ્રાહકોને ખાસ ભેટ આપી છે, હવે લોકો ઘર બેઠા જ ખાતમાંથી કાઢી અને જમા કરાવી શકશે રૂપિયા
- વેક્સિનેશન બાદ જો થશે આડઅસરો તો વળતર આપશે Bharat Biotech, કંપનીએ કરી આ મોટી જાહેરાત