GSTV

ભારતમાલા પ્રોજેક્ટ સામે ખેડૂતોએ ચડાવી વાયો, યોગ્ય વળતર ન મળતા હાઇકોર્ટમાં જવાની તૈયારી

Last Updated on July 1, 2021 by Pritesh Mehta

થરાદ, સૂઇગામ અને વાવમાંથી પસાર થતાં કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેકટ ભારતમાલાનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. હવે ખેડૂતોની વ્હારે બનાસકાંઠાના કોંગ્રેસના ધારાસભ્યોએ આવીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને ચીમકી ઉચ્ચારી હતી કે ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે તો અમે ભારતમાલાનું કામકાજ બંધ કરાવીને હાઇકોર્ટેમાં જઈશું.

ભારત સરકારનો ડ્રિમ પ્રોજેકટ ભારતમાલા બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ,સુઇગામ અને થરાદ માંથી પસાર થાય છે. ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી 489 હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી છે. જોકે આ પ્રોજેકટમાં જંત્રીના ભાવે ખેડૂતોની મોંઘી જમીન સસ્તા ભાવે સંપાદન કરી પડાવી લેતા ખેડૂતોની હાલત કફોડી બનતાં ખેડૂતો હવે બીજે ક્યાંય જમીન લઈ શકે તેમ નથી.

ભારતમાલા

તો પશુપાલનનો વ્યવસાય પણ કરી શકે તેમ ન હોવાથી તેવો આ પ્રોજેકટનો વિરોધ કરી રહ્યા છે. જેથી હવે ખેડૂતોની વ્હારે બનાસકાંઠા કોંગ્રેસના તમામ ધારાસભ્યો આવ્યા છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્યોએ ખેડૂતો સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને આક્ષેપ કર્યો કે આ પ્રોજેકટમાં ખેડૂતોને અન્યાય થયો છે તેમની મહામુલી જમીન સસ્તા ભાવે લઈ લેવાઈ છે. એટલું જ નહીં જો ખેડુતોને યોગ્ય વળતર નહિ મળે અને યોગ્ય કામ નહીં કરાય તો ધારાસભ્યોએ કામ બંધ કરાવવાની અને હાઇકોર્ટેમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી.

બનાસકાંઠા જિલ્લાના અનેક ખેડૂતોની સોનાના ભાવની જમીનો ખુબજ નજીવી કિંમતે ભારતમાલા પ્રોજેકટમાં લઇ લેવાતા હવે ખેડૂતોની જમીનોની સાથે સાથે તેમના મકાનો પણ છીનવાઈ રહ્યા છે. જેથી ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ખેડૂતોને તેમની જમીનનું પૂરેપૂરું વળતર આપે તેમજ ભારતમાલા પ્રોજેકટમાં સ્થાનિક યુવાનોને રોજગારી આપવામાં આવે જેથી આ વિસ્તારના લોકોને તકલીફ ના પડે. જોકે ખેડૂતોને હવે કોંગ્રેસના ધારાસભ્યોનો સાથ મળી જતા હવે ખેડૂતો કોઈપણ ભોગે પોતાની સોના જેવી જમીનો સસ્તા ભાવમાં આપી દેવા તૈયાર નથી. જેને લઈને તેવો હવે હાઇકોર્ટેના દ્વાર ખખડાવવાની તૈયારીઓ કરી રહ્યા છે.

ખેડૂતો સાથે કોંગ્રેસના થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર,ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલ,દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા,દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી,પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ સહિત અનેક કોંગ્રેસના આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરી છે. તેમજ ખેડૂતોને અન્યાય નહીં થવા દેવાય તેવી ખાતરી આપી હાઇકોર્ટે જવાની ચીમકી ઉચ્ચારી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ખેડૂતોને યોગ્ય વળતર મળે છે કે કેમ ?

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ડ્રગ્સ કેસ/ મોડી પડેલી અનન્યા પાંડેને સમીર વાનખેડેએ ઝાટકી નાખી, કહ્યું- આ તમારું પ્રોડક્શન હાઉસ નથી

Damini Patel

PhonePe વાપરતા ગ્રાહકો માટે મોટો ઝટકો/ 50 રૂપિયાથી વધારેના મોબાઈલ રિચાર્જ પર ચુકવવો પડશે ચાર્જ, પ્રોસેસિંગના નામે લેવાશે ફી

Pravin Makwana

મોંઘવારીનો માર/ 14 વર્ષ બાદ માચિસની ડબ્બીનો ભાવ વધશે, 1 રૂપિયે મળતી ડબ્બીના હવે 2 રૂપિયા લેશે, બંડલનો ભાવ પણ વધશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!