GSTV

બનાસકાંઠા / ધનપુરા બેઠક પર ત્રિપાંખિયો જંગ, મતદારોની લાગી લાંબી લાઈનો

Last Updated on October 3, 2021 by Pritesh Mehta

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ધનપુરા બેઠક પર તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાન યોજાયું. મતદાન માટે મતદારોની લાંબી લાંબી કતારો લાગી હતી. આ બેઠક પર ત્રણ પક્ષોએ ચૂંટણીમાં જીતના દાવા કર્યા છે.

બનાસકાંઠા

આ બેઠકના વિજેતા ઉમેદવારનું અકસ્માતમાં નિધન થતા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપ આમ ત્રણ પાર્ટીઓના ઉમેદવારો મેદનમાં ઉતરતા ભારે રસાકસી જોવા મળી હતી.

જિલ્લા ભરમાંથી પોતાની પાર્ટીના સમર્થનમાં કાર્યકર્તાઓ પહોંચી મતદાન કરવા અપીલ કરી હતી. શાંતિથી મતદાન થાય તે માટે પોલીસ કાફલો તૈનાત કરાયો હતો.

થરામાં થયું બોગસ મતદાન

બનાસકાંઠાના થરા નગરપાલિકામાં બોગસ મતદાર ઝડપાયો હતો. કોંગ્રેસના એજન્ટે બોગસ મતદારને ઝડપી પાડ્યો હતો. મતદાન મથકના પ્રિસાઈડીંગ ઓફિસરે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બોગસ મતદાર તરીકે મતદાન કરવા આવેલા ઈસમને પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

2022 વિધાનસભા ચૂંટણી / AAPના નેતાઓ ગુજરાતની મુલાકાત, રાજ્યની શિક્ષણ નીતિ-પદ્ધતિને બનાવશે મુદ્દો

Zainul Ansari

અમદાવાદ / છેતરપિંડીના ગુનાના નિકાલ માટે કરવામાં આવી આર્થિક ગુના નિવારણ શાખાની રચના, પોલીસે અત્યાર સુધી આટલા કરોડ રૂપિયા કર્યા પરત

Zainul Ansari

ગ્રામ પંચાયતની ચૂંટણી/ સરપંચની ચૂંટણી માટે 31,359 ફોર્મ ભરાયા, ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 7 ડિસેમ્બર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!