GSTV
Home » News » ભાજપના કાર્યકારી અધ્યક્ષ બનેલા જે.પી. નડ્ડાએ ગાંધીનગર શરૂ કર્યો બેઠકોનો દોર

ભાજપના કાર્યકારી અધ્યક્ષ બનેલા જે.પી. નડ્ડાએ ગાંધીનગર શરૂ કર્યો બેઠકોનો દોર

ભાજપના કાર્યકારી અધ્યક્ષ બનેલા જે.પી. નડ્ડા પહેલીવાર ગુજરાત આવ્યા છે. ત્યારે તેમની હાજરીમાં કમલમમાં બેઠકોનો દોર યોજાયો છે. નડ્ડા અલગ અલગ તબક્કાવાર બેઠક યોજી રહ્યા છે. સૌ પ્રથમ ગુજરાતના ધારાસભ્યો બેઠક યોજ્યા બાદ તેઓએ સંગઠનના હોદ્દેદારો સાથે કરી હતી. આ ઉપરાંત લોકસભાની ચૂંટણીમાં જીતેલા સાંસદો સાથે પણ મિટિંગ કરીને વર્તમાન સ્થિતિ અંગેનો તાગ મેળવ્યો હતો.

એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

જે.પી. નડ્ડાને અમદાવાદ એરપોર્ટ પર સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓએ આવકાર્યા હતા. અહીં તેમનું વિવિધ હાર પહેરાવી, પુષ્પ ગુચ્છ આવી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નડ્ડાએ કહ્યું કે દેશને કમિશનમુક્ત, કરપ્શનમુક્ત બનાવવાનું લક્ષ્ય છે. કોંગેસ મુકત ભારત બનાવવાનું પાર્ટીનું લક્ષ્ય છે. ગાંધીજીના 150 વર્ષની ઉજવણી દરમ્યાન ગાંધીના વિચારોનું આદાનપ્રદાન કરીશું.

READ ALSO

Related posts

નવરાત્રિ પહેલાં બેન્કોનું કામ પતાવજો ફટાફટ, આ કારણોને લીધે રહેશે બંધ

Dharika Jansari

ગુજરાત પોલીસ રોજના 12 કલાક કામ કરે છે, આ રાજ્યની પોલીસના કામના કલાકો સૌથી વધુ

Mayur

હવામાન વિભાગની મોટી આગાહી : આ વખતે ગરબા રમવા છત્રી લઈને જ જજો, મેઘરાજા બનશે વિલન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!