GSTV
Home » News » ફરી મણીશંકરની જીભ લપસી: ઐય્યર બાબુ બોલ્યા કે, ભાજપનું લક્ષ્ય કોંગ્રેસ મુક્ત ભારત નહિં પણ…

ફરી મણીશંકરની જીભ લપસી: ઐય્યર બાબુ બોલ્યા કે, ભાજપનું લક્ષ્ય કોંગ્રેસ મુક્ત ભારત નહિં પણ…

એક તરફ કોંગ્રેસ પાર્ટી એટલે વરરાજા વગરની જાન જેવી સ્થિતી નિર્માણ પામી છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસનાં નેતાઓ ધમપછાડ નિવેદનો આપી રહ્યા છે. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા મણીશંકર ઐય્યરે ફરી એવા બોલ બોલ્યા છે, જેનાંથી વિવાદીનો જન્મ થઇ શકે છે. કોંગ્રેસનાં અધ્યક્ષ પદ પર રાહુલ ગાંધીના રહેવા-ન રહેવાની અટકળો વચ્ચે પાર્ટીના વરિષ્ઠ નેતા મણિશંકર ઐય્યરે જણાંવ્યું કે, પાર્ટી અધ્યક્ષ ગાંધી પરિવારમાંથી ન હોવા જોઈએ, પરંતુ ગાંધી પરિવારે કોંગ્રેસ સંગઠનમાં સક્રિય રહેવું જોઈએ.

મણિશંકર ઐય્યરે દાવો કર્યો કે, ભાજપનું લક્ષ્ય ‘ગાંધી મુક્ત કોંગ્રેસ છે’ જેથી કરીને એમનો ઉદ્દેશ્ય ‘કોંગ્રેસ મુક્ત ભારત’ સફળ થઈ શકે. જો કે રાહુલ ગાંધી પાર્ટી અધ્યક્ષની જવબદારી તેમની પાસે જ રાખે તો બધા કરતા સારૂં રહેશે. પરંતુ રાહુલની ઈચ્છાઓનું સન્માન પણ હોવું જોઈએ.

મણિશંકર ઐય્યરે જણાવ્યું કે, પાર્ટીના અધ્યક્ષ ગાંધી-નહેરૂ ખાનદાનમાંથી ન હોય તો પણ અમારૂં અસ્તિત્વ રહેશે. પરંતુ નેહરૂ-ગાંધી પરિવાર કોંગ્રેસમાં સક્રિય રહે તો મતભેદનાં ગંભીર મુદ્દાઓમાં સમાધાન કરવામાં તેમની મદદ મળી શકે.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ એનો વિકલ્પ શોધવા માટે એક મહિનાનો સમય આપ્યો હતો અને આ મુદ્દામાં કોંગ્રેસની અંદર ચર્ચા-વિચારણા પણ ચાલી રહીં છે. કોંગ્રેસમાં વધારે લોકો રાહુલ અધ્યક્ષ પદ પર રહે તેના પક્ષમાં છે.

READ ALSO

Related posts

આધાર વગર નહીં ખરીદી શકો સોનું-ચાંદી, સરકાર લાવી રહી છે નવો નિયમ

Pravin Makwana

હિન્દુત્વની રાજનીતિ : ઉદ્ધવ ઠાકરે અયોધ્યાની મુલાકાતે એ પણ રાહુલ ગાંધી સાથે

Mayur

નિર્ભયા કેસના દોષિતોનું નવું ગતકડું : આરોપીના વકિલે કહ્યું ‘વિનય શર્માને ધીમું ઝેર આપવામાં આવ્યું છે’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!