GSTV
Home » News » બિન અનામત વર્ગને રીઝવવા ભાજપ આપશે લોલીપોપ

બિન અનામત વર્ગને રીઝવવા ભાજપ આપશે લોલીપોપ

બિનઅનામત વર્ગને રીઝવવા સરકારે કરેલી જાહેરાત બાદ કોંગ્રેસે ફરી ભાજપ પર પ્રહાર કર્યા છે. કોંગ્રસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ચૂંટણી આવે એટલે ભાજપ બિનઅનામત વર્ગને લોલીપોપ આપે છે. કોંગ્રેસ અનામત પ્રથામાં ફેરફાર કર્યા વગર બિનઅનામત વર્ગને 20 ટકા અનામત આપવાની તરફેણમાં છે.

લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇ રાજ્ય સરકાર બિન અનામત જ્ઞાતિઓને રીઝવવા માટે સરકારનો મોટો નિર્ણય હોઈ શકે છે. અનામત કેટેગરીમાં જે યોજનાનો લાભ મળે છે એ લાભ બિન અનામત જ્ઞાતિઓ ને પણ મળી શકે છે. બિન અનામત જ્ઞાતિઓને 35 જેટલી યોજનાઓમાં લાભ આપવાની વિચારણા કરાઈ રહી છે. બિન અનામત આયોગ સરકારને  ભલામણ કરે તેવી સંભાવના છે.

Related posts

સાંસદના ઉમેદવારોને જીતાડવા ભાજપ અને કોંગ્રેસના વિધાનસભાના દાવેદારો દોડવા લાગ્યા

Karan

રીટા બહેન હવે ગાંધીનગરના મેયર તરીકે ફરજ નિભાવશે, કૉંગ્રેસનું ન ચાલ્યું

Alpesh karena

ગાંધીનગરની બેઠક પર ભાજપનો બહિષ્કાર કરવા પાટીદારો સક્રિય

khushbu majithia