GSTV

ભાજપનો ગઢ સચવાશે? : આજે થશે અમિત શાહના ભાવિનો ફેંસલો

Uddhav Thackeray

Last Updated on May 23, 2019 by Bansari

ગાંધીનગર લોકસભા બેઠકની તા.૨૩ એપ્રિલે ચૂંટણી સંપન્ન થયા બાદ આ ચૂંટણીની આવતીકાલે સે-૧પની કોમર્સ કોલેજ ખાતે વહેલી સવારે આઠ વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે. મતગણતરી માટે ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સાત રૂમોમાં ૧૪ ટેબલ ઉપર ૧૭થી લઈ ર૭ રાઉન્ડમાં મતગણતરી થશે. જેમાં ૧ર૦૦ ઉપરાંત કર્મચારીઓ મતગણતરીની કામગીરીમાં જોતરાશે. 

તેની સાથે મતગણતરી સ્થળે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સૌપ્રથમ પોસ્ટલ બેલેટની મતગણતરી થશે. ત્યારબાદ ઈવીએમ મશીનો ખોલવામાં આવશે. ગાંધીનગર લોકસભા બેઠકના ૧૭ ઉમેદવારોના ભાવિનો ફેંસલો સાંજ સુધીમાં થઈ જશે. મતગણતરી સ્થળે તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ઉભી કરી દેવામાં આવી છે. 

સમગ્ર દેશમાં હાલ ચોરે અને ચોકઠે લોકસભાની ચૂંટણીની ચર્ચાઓ છે અને તેના પરિણામો વિશે પણ આગોતરી ચર્ચાઓએ જોર પકડયું છે.  ત્યારે આવતીકાલે  ખુલનારા ઈવીએમ મશીનો ૧૭ ઉમેદવારોના ભાવીનો ફેંસલો કરશે.  જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસના ડો.સી.જે.ચાવડા  સહિત ૧પ જેટલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. ત્યારે ગાંધીનગર લોકસભા બેઠકની મતગણતરી ગાંધીનગરના સે-૧પમાં આવેલી સરકારી કોમર્સ કોલેજ ખાતે યોજાશે. જિલ્લા ચૂંટણી અધિકારી એસ.કે.લાંગાએ જણાવ્યું હતું કે ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરી માટેની  તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવી છે.ગાંધીનગર લોકસભામાં આવતી સાત વિધાનસભા બેઠકો દીઠ મતગણતરી હાથ ધરાશે. જેમાં ગાંધીનગર ઉત્તર, કલોલ, ઘાટલોડીયા, સાબરમતી, વેજલપુર, સાણંદ અને નારણપુરાની અલગ અલગ મતગણતરી શરૂ થશે. મતગણતરી સ્થળે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવાનું નક્કી કરાયું છે જેથી કોઈ અનિચ્છનિય બનાવ બને નહીં. 

મતગણતરી સ્થળે થ્રી-લેયર સુરક્ષા કવચ ગોઠવવામાં આવશે જેમાં  ત્રણ ડીવાયએસપી, ૯ પોલીસ ઈન્સપેકટર, ૩૬ પોલીસ સબ ઈન્સ્પેકટર અને ર૪૦ પોલીસ જવાનો, ૧૧૬ મહિલા પોલીસ, ૧૭ ટ્રાફિક પોલીસ, ચાર ઘોડેશ્વર, ક્યુઆરટી અને  એક કંપની એસઆરપીની ગોઠવવામાં આવશે. તો સેન્ટ્રલ પેરા મીલીટરી ફોર્સની એક પ્લાટુન પણ ખડેપગે રહેશે. મતગણતરી આસપાસ ટ્રાફિક વ્યવસ્થાનું પણ સુચારુ આયોજન થઈ શકે તે માટે ટ્રાફિકના જવાનોને પણ ફરજ સોંપવામાં આવી છે. 

તેથી સાથે મતગણતરી સ્થળની બહાર રાજકીય પક્ષોના કાર્યકરોની મોટી સંખ્યામાં હાજરી હોવાથી ગ-૪થી ગ-પ સુધીના માર્ગને બંધ કરી દેવાશે. જે માટે વિધિવત જાહેરનામું જિલ્લા કલેકટર  દ્વારા જારી કરી દેવામાં આવ્યું છે. સૌપ્રથમ ગણતરીમાં પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાશે. ત્યારબાદ તબક્કાવાર ઈવીએમ મશીનો ખોલેવામાં આવશે. 

૧૭થી લઈ ૨૭ રાઉન્ડમાં યોજાનારી આ ગણતરી પૂર્ણ થતાં સાંજ પડી જવાની પૂરેપૂરી સંભાવનાઓ છે જો કે કયા ઉમેદવાર ગાંધીનગર બેઠક ઉપર બાજી મારશે તે બપોર સુધીમાં તેમની સરસાઈ ઉપરથી ખબર પડી જશે.

Read Also

Related posts

હોટલ માલિકને ફસાવવા તરકટ/ મહિલા PSIના નામે અભદ્ર મેસેજ બનાવ્યો પરંતુ પોતેજ ફસાયો

Pritesh Mehta

માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો / શહેર ક્રાઇમ બ્રાન્ચે કરી 4 સગીર આરોપોની લૂંટ કેસમાં ધરપકડ

Pritesh Mehta

ફાયરિંગ/ અમદાવાદમાં ક્રાઈમ પેટ્રોલ ભજવાઈ : સીરિયલ જોઈને સંબંધી વેપારી પાસે માગી 5 લાખની ખંડણી, આ હતો પ્લાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!