GSTV
Home » News » શિવસેના : રાહુલ ગાંધીની આ ઇચ્છા છે, વડાપ્રધાને તેમની મજાક ન ઉડાવી જોઈએ

શિવસેના : રાહુલ ગાંધીની આ ઇચ્છા છે, વડાપ્રધાને તેમની મજાક ન ઉડાવી જોઈએ

મહારાષ્ટ્રમાં ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાએ કહ્યું કે, પીએમ બનવાની ઈચ્છા રાહુલ ગાંધીનો અધિકાર છે.  જેથી કોઈએ તેમની ઈચ્છાની મજાક ઉડાવવી ન જોઈએ. રાજ્યસભાના સાંસદ અને શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું કે, રાહુલ ગાંધી વડાપ્રધાન બનવાની ઈચ્છા વ્યક્ત કરે તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની મજાક ન ઉડાવવી જોઈએ.

નરેન્દ્ર મોદી પણ આ અધિકાર દ્વારા વડાપ્રધાન બન્યા છે. 2014માં અનેક લોકો એવા હતા જેઓ લાલ કૃષ્ણ અડવાણીને વડાપ્રધાન બનાવવા ઈચ્છા હતા. કોંગ્રેસ દેશની સૌથી મોટી પાર્ટી છે. 2014માં અનોખા માહોલના કારણે કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો.

રાઉતે વધુમાં કહ્યુ કે, શિવસેના એનસીપી અધ્યક્ષ શરદ પવારને પીએમ પદના ઉમેદવાર માટે યોગ્ય માને છે. મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં આયોજિત એક રેલીમાં રાહુલ ગાંધીની પીએમ બનવાની ઈચ્છા પર મજાક ઉડાવી હતી. જે બાદ શિવસેનાએ પીએમ મોદીની મજાક અંગે ટિપ્પણી કરી છે.

 

 

Related posts

ભારતમાં રવિવારે દિવાળી પણ યુએસમાં ઉજવણી શરૂ થઈ ગઈ, ટ્રમ્પ આ દિવસે મનાવશે દિવાળી

Nilesh Jethva

નવ મહિનાની બિલાડી પર કર્યો વારંવાર રેપ અને પછી મીણ વડે કર્યું એવું કામ કે…

Dharika Jansari

કલયુગના ભગવાનના ઘરે થયો છે લક્ષ્મીજીનો વરસાદ, દરોડામાં એટલું સોનું અને રૂપિયા મળ્યા છે કે…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!