જામનગરમાં ઉમેદવાર નક્કી કરવા ભાજપ સેન્સની ટીમ ઉતરી મેદાને

જામનગરમાં આગામી લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારો નક્કી કરવા માટેની ગતિવિધિઓ તેજ બનાવી છે. ત્યારે ભાજપ દ્વારા જામનગર લોકસભા બેઠક પર પોતાનો ઉમેદવાર નક્કી કરવા માટે નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવી રહી છે.

ભાજપ દ્વારા નિમાયેલા નિરીક્ષકો મનસુખ માંડવિયા ,રમણ વોરા,બીનાબેન આચાર્યએ સ્થાનિક નેતાઓ અને કાર્યકરોની રજૂઆતો સાંભળી છે. લોકસભા બેઠક માટે સેન્સ લેવા માટેના કાર્યક્રમ દરમિયાન કેબિનેટ પ્રધાન આર સી ફળદુ,રાઘવજી પટેલ, ચંદ્રેશ પટેલ સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપનની સેન્સ લેવાની પ્રક્રિયામાં 5 વિધાનસભા બેઠકોમાંથી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આવી પહોંચ્યા હતા. આ પ્રતિભાવો બાદ આગામી 17, 18 અને 19 માર્ચના રોજ યોજાનાર પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં રજુ કરવામાં આવશે. અને પસંદગી કોની પર ઉતરે છે. તે જોવું રહ્યું.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter