GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની બેઠકો બમણી થઈ, કોંગ્રેસને મોટો ફટકો

રાજ્યમાં નગરપાલિકા અને પંચાયતોની ખાલી પડેલી 46 બેઠકોની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. ચૂંટણીના પરિણામોમાં ફરી એક વખત ભાજપે બાજી મારી છે. જ્યારે કોંગ્રેસને કેટલીક બેઠકોનું નુકસાન થયું છે. ચૂંટણીમાં ભાજપે કુલ 26 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કે કોંગ્રેસે 20 બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલા ભાજપની 14 બેઠકો હતી જે વધીને હવે 26 થઇ ગઇ છે.જ્યારે કે કોંગ્રેસના કબ્જામાં 32 બેઠકો હતી. જે ઘટીને 20 થઇ ગઇ છે.

કેશોદ

કેશોદના કેવદ્રા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપના શિલ્પાબેન લાડાણી ૧૦૭૬ મતથી  વિજેતા જાહેર થયા હતા. તેમને ૧૬૫૩ મત મળ્યા હતા.અને રમાબેન પરમારને ૫૭૭ મત મળ્યા હતા. જો કે નોટામાં ૩૬ મત પડયા હતા. કુલ મતદારોની સંખ્યા ૪,૪૪૫ હતી. જેમાં ૨,૨૬૬ મત સાથે ૫૦.૯૮ ટકા મતદાન થયું હતું.

તાપી

તાપી જિલ્લાની વ્યારા નગરપાલિકામાં ભાજપનાં 5 જેટલા કોર્પોરેટરોએ બળવા કરી રાજીનામાં આપી દેતા પેટા ચૂંટણી યોજાઈ હતી. આ ચુંટણીમાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે સીધો જંગ હતો.  વ્યારા મામલતદાર કચેરીએ થયેલ મતગણતરીમાં વોર્ડ નંબર 1માં ભાજપની પેનલનો વિજય થયો હતો. જયારે વોર્ડ નંબર 5માં કોંગ્રેસના એક ઉમેદવારનો વિજય થયો હતો. પરિણામોથી ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જીતની ખુશી જોવા મળી હતી. જો કે આ સાથે નગરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.

ડભોઈ

ડભોઇ નગરપાલિકા વોર્ડ નં 8ની ખાલી પડેલી બેઠક માટે ચૂંટણી યોજવામાં આવેલ હતી. યોજાયેલી પેટા ચૂંટણીની મતગણતરી ડભોઇ સેવા સદન ખાતે હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણીનું ચોંકાવનારું પરિણામ જોવા મળ્યું હતું. ભાજપાના ઉમેદવાર વિનોદ સોલંકી સામે કોંગ્રેસના મહિલા ઉમેદવાર ચંદ્રીકા બેન સોલંકીનો 48 મતે વિજય થયો હતો. આ પેટા ચૂંટણીનું પરિણામ ભાજપ માટે લાલબત્તી સમાન છે. તો કોંગ્રેસે પોતાની સત્તા જાળવી રાખતા તેના ઉત્સાહમાં વધારો થયો છે.

અરવલ્લી

રાજ્યમાં અરવલ્લી, અમરેલી સહિતના જિલ્લામાં યોજાયેલી નગર પાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપ આગળ દેખાઈ રહ્યું છે. જેમાં અરવલ્લીના મોડાસા નગરપાલિકામાં ભાજપના સમર્થન વાળા અપક્ષ ઉમેદવાર ઝાકીર હુસેન મુલતાનીની જીત થઈ છે. ઝાકીર હુસેને 732 મતોની સરસાઈથી જીત્યા છે..આ જીતથી ભાજપમાં ખુશીનો માહોલ છે.  હિંમતનગરની કરીએ તો નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપના નટુભાઈ ઓઝાએ કોંગ્રેસના ઉમેદવારને 983 મતે હરાવ્યા છે.

અમરેલી

અમરેલી તાલુકા પંચાયતની તમામ છ બેઠકમાંથી ભાજપ-કોંગ્રેસના ફાળે 3-3 બેઠક ગઈ છે. અમરેલી તાલુકા પંચાયતની વડેરા, મોટા અકડીયા, બાબાપુરામાં કોંગ્રેસની જીત થઈ છે. તો પ્રતાપપરા, નાના અકડીયા અને જસવંતગઢ બેઠક ભાજપના ફાળે ગઈ છે. તો અમરેલીના સાવરકુંડલા તાલુકા પંચાયતની ધાણલા બેઠક ભાજપ જાળવી રાખવામાં સફળ થયું છે.

વલસાડ

વલસાડના કપરાડા તાલુકા પંચાયતની 30 બેઠકમાંથી 17 પર ભાજપ અને 14 પર કોંગ્રેસની જીત થઈ છે..વિરમગામ વોર્ડ નંબર 5માં અપક્ષ ઉમેદવાર વિજયી થયા છે.

Related posts

VIDEO : બાકોડી ગામે બાઈક સાથે દંપત્તિ તણાયું, રાવલ ગામ ફરી બેટમાં ફેરવાયું

Nilesh Jethva

ભાણવડમાં આવેલો વર્તુ 2 ડેમ ઓવરફલો, દ્રારકા અને પોરબંદર બંને જિલ્લાના 14 ગામને કરાયા એલર્ટ

Nilesh Jethva

પીએમ આવાસ યોજના: સબસિડીનો લાભ મેળવવા માટે આ શબ્દોનો અર્થ જાણવો છે ખૂબ જ જરૂરી, આ છે આવકની શરતો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!