GSTV
Home » News » ભાજપની સંકલ્પ યાત્રાઃ મધ્ય પ્રદેશના મામા બોલ્યા તે આવી છે …ગઠબંધનની જાન

ભાજપની સંકલ્પ યાત્રાઃ મધ્ય પ્રદેશના મામા બોલ્યા તે આવી છે …ગઠબંધનની જાન

રાજધાની દિલ્હીના રામલીલા મેદાનમાં રવિવારે ભાજપની વિજય સંકલ્પ રેલી આયોજિત થઈ. જેમાં નમો અગેઈનના નારાને પણ બુલંદ કરવામાં આવ્યો હતો. વિજય સંકલ્પ મહારેલીને મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજસિંહે સંબોધિત કરતા કોંગ્રસ પર આકરા પ્રહાર કર્યા હતા. શિવરાજ સિંહ ચૌહાણે આગામી લોકસભાની ચૂંટણી માટે વિપક્ષ દ્વારા કરાયેલા ગઠબંધનને વર વિનાની જાન ગણાવી. અને કહ્યું કે સામે વાળી સેનામાં સેનાપતિનું કોઈ ઠેકાણુ નથી, અને જાન તૈયાર છે. વર વિનાની જાન તૈયાર થઈ રહી છે. તેમણે કહ્યું કે, આ ગઠબંધન ક્યા સુધી ટકી રહેશે, તેનું કોઈ ઠેકાણુ નથી.

શિવરાજ સિંહે એમપીની કમલનાથ સરકાર અને કોંગ્રેસને નિશાને લેતા જણાવ્યું કે મધ્યપ્રદેશની ચૂંટણીમાં કંઈ સમજાયું નહીં, ભાજપને વધુ મત મળ્યા, પરંતુ પાંચ સીટો કોંગ્રેસને વધુ મળી હતી. મધ્યપ્રદેશમાં અધૂરી સરકાર છે, અપંગ સરકાર છે. ખબર નહીં ક્યાં સુધી ચાલશે અને ક્યારે પડી જશે?

Related posts

ધારાસભ્ય અલકા લાંબા છોડી શકે છે AAP, કારણ કે વોટ્સએપ ગ્રૂપમાંથી કાઢી નાખવામાં આવ્યા છે

Mayur

લોકસભા પછી રાજ્યસભામાં પણ એનડીએ આગામી વર્ષ સુધીમાં બહુમતી મેળવી લેશે

Mayur

20 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનમાં, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરશે મુલાકાત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!