GSTV
Home » News » કર્ણાટકમાં કોંગ્રેસ અને કુમારસ્વામીની સરકાર પડીને ભાજપની સત્તા આવી રહી છે!

કર્ણાટકમાં કોંગ્રેસ અને કુમારસ્વામીની સરકાર પડીને ભાજપની સત્તા આવી રહી છે!

કર્ણાટકમાં કુમારસ્વામી સરકારના 13 ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા હોવાના અહેવાલોને પગલે રાજકીય ઘમાસાણ મચ્યું છે. કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યો ભાજપના નેતાના સંપર્કમાં હોવાની શક્યતા વ્યક્ત કરાઇ રહી છે. ત્યારે ભાજપ કર્ણાટક સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે તેમ સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. પરિણામે કુમારસ્વામી સરકાર પર સંકટના વાદળો મંડરાઇ રહ્યા છે.

જો કે મુખ્યપ્રધાન એચ ડી કુમારસ્વામીએ તમામ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે. કુમારસ્વામીએ જણાવ્યું કે રાજ્યમાં કોંગ્રેસ અને જેડીએસ સરકારની અસ્થિરતાનો કોઇ સવાલ જ નથી. સાથે જ તેમણે એ અહેવાલોને પણ ફગાવી દીધા કે જેમાં ભાજપ તેની સરકારને પછાડવા માટે કથિત રૂપે ઓપરેશન કમળ ચલાવી રહી છે. જો કે કુમારસ્વામીએ ફરી આરોપ લગાવ્યો કે ભાજપ સત્તારૂઢ ગઠબંધનના ધારાસભ્યોને લલચાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગઠબંધન સરકારનો એક પણ ધારાસભ્ય પક્ષપલટો નહીં કરે.

Related posts

મધ્યપ્રદેશના સીએમ કમલનાથે આ પદ પરથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી

Nilesh Jethva

સંસદિય દળની બેઠકમાં ખુરશી પરથી મોદી ઉભા થયા, પછી કર્યુ એવું કામ કે બધા નેતાઓ જોતા રહિ ગયા

Riyaz Parmar

અમે જે બેઠકો પર જીત્યા છે,ત્યાં દીદીનાં ગુંડા હિંસા કરશે: બંગાળનાં આ નેતાનું મોટું નિવેદન

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!