GSTV
Home » News » મહારાષ્ટ્રની હારનો બદલો લેવા માટે ભાજપે કરી તૈયારી, શિવસેના છે ટાર્ગેટ

મહારાષ્ટ્રની હારનો બદલો લેવા માટે ભાજપે કરી તૈયારી, શિવસેના છે ટાર્ગેટ

રાજ્યમાં સૌથી વધારે સીટો મેળવવા છતાં પણ સત્તા ન મેળવી શકનાર ભાજપે હવે શિવસેનાને ધૂળ ચટાડવાની તૈયારીઓ શરૂ કરી છે. બીજેપીના ધારાસભ્ય આશિષ સેલારે જણાવ્યું છે. વિધાનસભાની સીટોમાં મુંબઈમાં 17 સીટો જીતીને ભાજપ નંબર વન પાર્ટી બની છે. મુંબઈના 227 વોર્ડને લઇને રણનીતિ તૈયાર થઈ રહી છે. બીજેપી ધારાસભ્ય અને પ્રવક્તા રામકદમે દાવો કર્યો છે કે, મુંબઈનો મેયર તો ભાજપનો હશે.

ભાજપના નેતાઓની આગેવાનેમાં બેઠક યોજાઈ

રવિવારે દાદરમાં મુંબઈ બીજેપી કાર્યાલયમાં એક કોર કમિટીની બેઠક યોજાઈ. જેમાં પ્રદેશ અધ્યક્ષ ચંન્દ્રકાન્ત પાટીલ, રાષ્ટ્રીય સહ સંગઠન વી. સતિષ અને મુંબઈ બીજેપી અધ્યક્ષ મંગલ પ્રભાત લોઢા સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. બેઠકનો મુખ્ય એજન્ડા શિવસેનાને બીએમસીમાં હટાવી અને ભાજપનો મેયર બેસાડવાનો જ હતો. વર્ષ 2017માં શિવસેના અને ભાજપે એકલાહાથે જ ચૂંટણી લડી હતી. જેમાં શિવસેનાએ 84 અને બીજેપીએ 82 સીટ પર જીત હાંસલ કરી હતી.

વિકાસ માત્ર ભાજપ જ કરી શકે છે

મુંબઈ બીજેપીના અધ્યક્ષ મંગલપ્રભાત લોઢાએ જણાવ્યું હતું કે, બીજેપી કોઈ પણ પડકારનો સામનો કરવા તૈયાર છે. અમે મુંબઈમાં નંબર વન હોવાનું સાબિત કરી દઈશું. લોકો ફક્ત વિકાસનું સમર્થન કરે છે અને વિકાસ માત્ર ભાજપ જ કરી શકે છે. અમે કોર કમિટીમાં જ મુંબઈના ભવિષ્યનો પ્લાન તૈયાર કરી દીધો છે. મહારાષ્ટ્રમાં 105 ધારાસભ્યો છતાં ભાજપને સત્તા મળી નથી.

જીત્યા બાદ ભાજપને ન ટેકો આપ્યાનો રંજ

શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન કરી ચૂંટણી લજ્યા બાદ કોંગ્રેસ અને એનસીપીના સહયોગથી સત્તા હાંસલ કરી લીધી છે. જે ભાજપ સહન કરી શકી નથી. જેઓનો મુખ્ય ધ્યેય હવે મુંબઈમાં શિવસેનાનું શાસન સમાપ્ત કરવાનું છે. જે માટે ભાજપ તૈયારીમાં લાગી ગયું છે. મુંબઈએ દેશની સૌથી સમૃદ્ધ મહાનગરપાલિકા છે. જેના સિંહાસન પરથી શિવસેનાને ખસેડવાની ભાજપે મજબૂત સંકલ્પ લીધો છે.

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વિધાર્થીઓ સાથે દિલ્હીમાં પરીક્ષા પે ચર્ચા કરશે

Nilesh Jethva

સ્માર્ટ એજ્યુકેશન: આ રચનાત્મક ફિલ્ડમાં અભ્યાસ કરી ભવિષ્યમાં કરો લાખો રૂપીયાની કમાણી

Ankita Trada

રાજકોટમાં ટીમ ઈન્ડિયાનો પલટવાર : ઓસ્ટ્રેલિયાને 36 રનોથી હરાવ્યું, સીરીઝ 1-1થી બરાબર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!