GSTV
Home » News » હિન્દી બેલ્ટે મોદીને ફરી બનાવ્યા પીએમ, 2 રાજ્યોમાં તો ભાજપે ક્લિનસ્વીપ મેળવી

હિન્દી બેલ્ટે મોદીને ફરી બનાવ્યા પીએમ, 2 રાજ્યોમાં તો ભાજપે ક્લિનસ્વીપ મેળવી

Hindi belt bjp

ભાજપની પ્રચંડ જીતમાં સૌથી મોટું ફેક્ટર રહ્યું છે હિન્દી બેલ્ટમાં બેસ્ટ પર્ફોમન્સ. હિન્દી ભાષાને પ્રાધાન્ય આપતા રાજ્યોમાં ભાજપે પોતાની જુની પક્કડ જાળવી રાખી છે. જેમાં મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, બિહારમાં પાર્ટીએ મોટી જીત મેળવી છે. ગુજરાત અને રાજસ્થાનમાં તો ભાજપે ક્લિન સ્વિપ કરી છે.

લોકસભા ચૂંટણીના પરિણામ પરથી સ્પષ્ટ થઇ ગયું કે ભાજપની આગેવાની હેઠળનો એનડીએ પ્રચંડ બહુમત સાથે સત્તા વાપસી કરી રહ્યો છે. જો કે ભાજપની આ જીતમાં હિન્દી ભાષાનું પ્રભુત્વ ધરાવતા રાજ્યોનું મોટું યોગદાન છે. હિન્દી બેલ્ટના મોટા ભાગના રાજ્યો ભગવા રંગે રંગાયેલા નજરે પડે છે. ગુજરાત. રાજસ્થાન. એમપી, બિહાર. છત્તીસગઢ, ઝારખંડમાં ભાજપને મોટી જીત મળી છે. જેના કારણે ભાજપની જીતનો આંકડો ઉંચેને ઉંચે ચઢ્યો છે.

હિન્દી બેલ્ટના સાત રાજ્યોની કુલ 225 બેઠક છે. જેમાંથી ભાજપ અને સહયોગી પક્ષોને 200 જેટલી બેઠકો મળી છે. ઉત્તર પ્રદેશમાં ભાજપ અને એનડીએને ગત ચૂંટણી કરતા ઓછી બેઠકો મળી છે. તેમ છતાં ભાજપ મોટું નુકસાન ખાળવામાં સફળ થયું છે. રાજ્ય મુજબ બેઠકની વાત કરીએ તો,મધ્યપ્રદેશની કુલ 29 લોકસભા બેઠકમાંથી ભાજપને 26 બેઠક મળી છે. ઉત્તર પ્રદેશની 80 બેઠકમાંથી ભાજપ અને સહયોગી પક્ષોને 63 બેઠક મળી છે.

sushma swaraj bungalows

બિહારની 40 બેઠકમાંથી એનડીએને 39 બેઠક મળી છે. ઝારખંડની 14 બેઠકમાંથી ભાજપ અને સહયોગી પક્ષને 10 બેઠક મળી છે. છત્તીસગઢની 11 બેઠકમાંથી ભાજપને 9 બેઠક પ્રાપ્ત કરી છે. જ્યારે રાજસ્થાન અને ગુજરાતમાં ભાજપે ક્લિન સ્વિપ કર્યું છે. રાજસ્થાનની તમામ 25 બેઠક અને ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. 2014ની ચૂંટણીમાં પણ ભાજપને હિન્દી બેલ્ટના રાજ્યોમાંથી મતદારોનું ભરપૂર સમર્થન મળ્યું હતુ. ત્યારે આ જ સ્થિતિનું 2019માં પુનરાવર્તન થયું છે.

READ ALSO

Related posts

રાહુલ ગાંધીનાં ઘરે મળી બેઠક, પ્રિયંકા ગાધી સહિતનાં નેતાઓએ આ રણનીતિ ઘડી

Riyaz Parmar

આ બે ચમત્કારી ફળોના છે અનેક ફાયદા, આટલી બીમારી સામે આપે છે રક્ષણ

Path Shah

ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!