મહારાષ્ટ્રની રાજનીતિમાં જબરદસ્ત ભૂકંપ આવ્યો છે. જો કે શિવસેના આટલી કપરી પરિસ્થિતિમાં પણ લડી લેવાના મૂડમાં છે. શિવસેનાએ બળવાખોર ધારાસભ્યોને ચેતવણી આપી છે કે હજુ સમય છે, સમજી જાવ, ભાજપની ચાલમાં ન ફસાવ, સમજદારીથી કામ લો અન્યથા હંમેશા માટે ભૂતપૂર્વ બની જશો.
શિવસેનાના મુખપત્ર સામનામાં લખવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રનો રાજકીય ઘટનાક્રમ શું હશે એ કોઈ કહી શકતું નથી, વળી આપણા રાજ્યપાલ કોરોનાથી પીડિત છે. આથી વિપક્ષીઓ પણ રાજભવનમાં ખાસ અવરજવર કરતા નથી. રાજનીતિમાં બધું જ અસ્થિર હોય છે અને બહુમત તેનાથી પણ ચંચળ હોય છે. શિવસેનાની ટિકિટ અને પૈસા પર વિજેતા બનેલા મહેનતવીર ધારાસભ્યો ભાજપની ગિરફતમાં છે. હાલ તેઓ સુરત છે અને બાદમાં વિશેષ વિમાન થકી આસામ પહોંચ્યા છે. ધારાસભ્યો શા માટે આટલી ભાગદોડ કરી રહ્યા છે? શિવસૈનીકો જો ઇચ્છશે તો તેમને હંમેશા માટે ભૂતપૂર્વ બનાવી દેશે.

સામનામાં લખવામાં આવ્યું છે કે, અત્યાર સુધી શિવસેનાના ધારાસભ્યોને ભ્રષ્ટાચારી ગણાવાતા હતા, તેમની પાછળ ઇડી, સીબીઆઈ અને ઇન્કમ ટેક્સ વિભાગોને લગાડી દેવામાં આવતા હતા. શિવસેનાના ધારાસભ્યોને તમારી જગ્યા જેલમાં છે એવું કહેનારા કિરીટ સોમૈયા હવે શું કરશે. આ તમામ ધારાસભ્યો હવે ભાજપના સમૂહમાં જોડાઈ ગયા છે અને દિલ્હીના રાજકીય ગાગાભટ્ટોએ તેમને પવિત્ર કરી નાખ્યા છે. કિરીટ સોમૈયાએ હવે તમામ ધારાસભ્યોના પગ પૂજવા પડશે એવું દેખાઈ રહ્યું છે.

સામનામાં લખ્યું છે કે શિવસેના મજબૂત છે એટલે જ આસામ ગયેલા નેતાઓને ધારાસભ્ય અને માનનીય બનવાની તક મળી છે. આ તમામ ધારાસભ્યો ફરીથી ચૂંટણીનો સામનો કરશે તો જનતા તેમને હરાવી દેશે. તેનું ભાન એ લોકોને નહીં હોય. આજે જે ભાજપવાળા શિવસેનાના ધારાસભ્યોને હથેળીમાં જખમની જેમ સંભાળે છે તેઓ પોતાનો હેતુ પૂરો થતા તેમને કચરાના ડબ્બામાં ફેંકી દેશે. ભાજપની આ પરંપરા રહી છે.
Read Also
- કોરોનાનો કહેર / મહારાષ્ટ્રમાં 6000થી વધુ કેસો નોંધાયા, એક્ટિવ કેસ 24 હજારને પાર
- Breakfast For Good Digestion: પાચન ક્રિયામાં સુધારો કરીને પાચન શક્તિ વધારવા માટે નાસ્તામાં ખાઓ આ 5 વસ્તુઓ
- નવું નજરાણું / રૈયાલીમાં માણી શકાશે જુરાસિક યુગનો રોમાંચ, અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી જીવંત થશે ડાયનોસોર
- વડાપ્રધાન મોદીએ જર્મનીમાં કટોકટીનો કર્યો ઉલ્લેખ, કહ્યું – એ સમયગાળો કાળા ડાઘ સમાન
- નફીસા આપઘાત કેસ / પ્રેમી રમીઝની પોલીસે કરી ધરપકડ, આરોપી પર આપઘાત માટે ઉશ્કેરવાનો આરોપ