વડોદરામાં આવેલા ભાજપના રાષ્ટ્રિય પ્રવક્તા બોલ્યા શત્રુધ્નસિંહાનું હવે પાર્ટીમાં કંઈ….નથી

વડોદરાની મુલાકાતે આવેલા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગોપાલકૃષ્ણ અગ્રવાલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, વિપક્ષનું મહાગઠબંધન નિષ્ફળ જવાનું છે. કોંગ્રેસ સહિત વિપક્ષની પાર્ટીઓ અંદરો અંદર ઝઘડી રહ્યા છે. ગોપાલકૃષ્ણ અગ્રવાલે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ દ્વારા ઈવીએમનો જે મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. તેના અહેવાલમાં કોઈ તથ્ય નથી. ઈવીએમ હેકની સરકાર તપાસ કરાવશે. દેશની જનતા 2019માં મજબૂત સરકાર ઈચ્છે છે, મજબૂર નહીં. આ ઉપરાંત તેમણે કહ્યું કે, ભાજપમાં શત્રુઘ્નસિંહા અને યશવંત સિંહ જેવા નેતાનું હવે કંઈ ખાસ સ્થાન રહ્યું નથી. તેમ છતાં પાર્ટી અધ્યક્ષ આ બાબતે વિચારીને નિર્ણય લેશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter