GSTV

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો આજનો સોમનાથનો કાર્યક્રમ રદ, નવી તારીખ આવી

Amit Shah Somnath

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો સોમનાથ પ્રવાસ મોકૂફ રહ્યો છે. તેઓ આજે બપોરે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની મુલાકાતે આવવાના હતા. પરંતુ કોઈ કારણોસર આજનો કાર્યક્રમ મોકફૂ રહ્યો છે. અને હવે તેઓ આવતીકાલે સોમનાથ આવે તેવી શક્યતા છે.

મહત્વનું છે કેલોકસભાની ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે બપોરે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની મુલાકાતે આવવાના હતા. તેઓ ભગવાન સોમનાથના દર્શન અને પૂજા અર્ચના કરીને વિજય માટે આશીર્વાદ લેવાના હતા.

તેઓ બપોરે બે વાગ્યે રાજકોટ એરપોર્ટ આવી પહોંચી અને ત્યાંથી સીધા સોમનાથ જઈને સોમનાથદાદાના દર્શન કરીને રાજકોટ પરત ફરીને સીધા દિલ્હી જવા રવાના થવાના હતા પરંતુ કોઈ કારણોસર તેમણે આજનો આ કાર્યક્રમ મોકફૂ રાખ્યો છે.

Read Also

Related posts

બિન સચિવાલયના પરિક્ષાર્થીને ટ્રકે ટક્કરમાં ઘટના સ્થળે જ મોત

Nilesh Jethva

સ્પીકર વગાડવા જેવી નજીવી બાબતે પરિવાર પર કરાયો હુમલો, એકનું મોત, બે ઘાયલ

Nilesh Jethva

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 800 લોકોએ એવડો મોટો ત્રિરંગો લહેરાવ્યો કે લોકો જોતા રહી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!