GSTV
India News Trending

ભાજપનું મુસ્લિમોને આકર્ષવાનું મોદી મિત્ર અભિયાન, ભાજપ 20 એપ્રિલથી કરશે શરૂઆતઃ લઘુમતિ મોરચા દ્વારા કરાયું આયોજન

લોકસભાની ચૂંટણી આડે માંડ એકાદ વર્ષનો સમય બચ્યો છે ત્યારે ભાજપ મુસ્લિમોને મનાવવાના કામે લાગ્યો છે. મુસ્લિમોને આકર્ષવા માટે ભાજપ 20 એપ્રિલથી મોદી મિત્ર અભિયાન શરૂ કરશે. આ ઉપરાંત મુસ્લિમ સમુદાય સાથે મોદીના સંવાદનું આયોજન પણ ભાજપના લઘુમતી મોરચા દ્વારા કરાયું છે.

લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ જમાલ સિદ્દીકીએ હાઈકમાન્ડની સૂચનાને પગલે આ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો હોવાનો ભાજપના સૂત્રોનો દાવો છે. સૂત્રોના મતે, મોદી 2024માં ભાજપની બેઠકોનો આંકડો સાડા ત્રણસોને પાર કરાવીને બે તૃતિયાંશ બહુમતી મેળવવા માગે છે.

ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, ભાજપે લોકસભાની એવી 65 બેઠકોને નિશના બનાવવાનું નક્કી કર્યું છે કે જ્યાં મુસ્લિમોની વસતી 30 ટકાથી વધારે છે. આ બેઠકોમાં ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળની 13-13, જમ્મુ અને કાશ્મીરની 5, બિહારની 4, કેરલ અને આસામની છ-છ, મધ્ય પ્રદેશની ત્રણ, તેલંગાણા અને હરિયાણાની બે-બે જ્યારે મહારાષ્ટ્રની એક તથા કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપની બેઠકનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

PAK vs AUS : પાકિસ્તાનની ટીમ ડૉક્ટર વિના ઓસ્ટ્રેલિયા પહોંચી, અંડર-19 ટીમ પાસે મેનેજર નથી

Nelson Parmar

બિહાર : પટનામાં 26મી પૂર્વ ક્ષેત્રીય પરિષદની બેઠક શરૂ, દોઢ વર્ષ બાદ નીતિશ કુમાર અને અમિત શાહ મળ્યા

Hardik Hingu

Chanakya Niti: આ 5 લોકો પાસે ક્યારેય નથી ટકતા પૈસા, જીવનભર રહે છે પરેશાન

Kaushal Pancholi
GSTV